આગાહી: મજબૂત સિસ્ટમ સર્જાઇ, જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

WhatsApp Group Join Now

આગાહી: મજબૂત સિસ્ટમ સર્જાઇ, જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

આગાહી: ગુજરાતમાં ખેડૂતો માટે માઠી દશા ચાલી રહી છે. જૂન-જુલાઈ મહિનામાં સાંબેલાધાર વરસાદ વરસવાથી ઠેકઠેકાણે જગતના તાતે ખરીફ પાકની ઉત્સાહ-ઉમંગભેર વાવણી કરી હતી. પરંતુ ગત ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોનો ઊભો પાક બળી રહ્યો છે. ક્યાંક ક્યાંક તેમના પાકમાં ઈયળ પડવાથી તે બરબાદ થઈ રહ્યો છે. ચોમાસું અત્યારે તો ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવી રહ્યું છે. જોકે, આવા અંધારિયા માહોલમાં આશાનું એક કિરણ દેખાયું હોય તેમ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે. – આગાહી

આગામી સમયમાં બંગાળનાં ઉપસાગરમાં વરસાદની મજબૂત સિસ્ટમ બનશેઃ હવામાન નિષ્ણાંતો

આગાહી: સ્થાનિક હવામાન વિભાગની આગાહી(prediction) મુજબ, રાજ્યમાં વરસાદની સંભાવના ઊભી થઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો પણ જણાવે છે કે, આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો ૧૩થી ૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાંની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે. – આગાહી

આગાહી
આગાહી, khedut samachar
એકાએક ગરમીનો પ્રકોપ વધતા લોકોનાં હાલ બેહાલ થયા

અલ નીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને ત્યારબાદ ફરી એક વાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકુળ હવામાન બન્યું છે. મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા અત્યારે તો લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને ગરમીની તીવ્રતા વધવાથી લોકોએ ફરી પંખા, કૂલર અને એસીનો આશરો લીધો છે.

Heavy rain

દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ

સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાંન દર્શાવ્યા મુજબ આજે અમદાવાદ, દાહોદ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા છે. આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અને અમરેલી-ભાવનગરમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદીઓ ગરમીની તીવ્રતા વધવાથી પરેશાન

૬, ૭, ૮ અને ૯ સપ્ટેમ્બરે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. દરમિયાન, અમદાવાદીઓ ગરમીની તીવ્રતા વધવાથી પરેશાન થઈ ઉઠ્યા છે. ગઈ કાલે શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી જેટલું વધુ હતું. આજે શહેરમાં આંશિક વાદળછાયા વાતાવરણની શક્યતા છે, જેના કારણે આજે પણ ગરમીનો પારો ઊંચો ચડશે તેવું લાગે છે.

But there is a possibility. A system will also form over the Arabian Sea during these days, which will bring rain to the coastal parts of Saurashtra. – Prediction

Suddenly, the heat wave increased and the people became restless – heavy Rain

Due to the effect of El Nino, the rains were delayed in the month of August and then the weather conditions have been favorable for the monsoon to be active once again. Seeing the way Meghraja is pissed off, people are now in a state of despondency and due to the heat intensity, people have again resorted to fans, coolers and ACs.

South Gujarat may experience light rain: Meteorological Department

According to the forecast of the local meteorological department, light to moderate rain may occur in Ahmedabad, Dahod, Surat, Dang, Tapi, Navsari, Valsad, Daman, Dadranagar Haveli today. While light rain is likely in Amreli and Bhavnagar. Light to moderate rain is expected in Dahod, Chotaudepur, Narmada, Surat, Dang, Tapi, Navsari, Valsad and Daman-Dadaranagar Haveli and light rain in Amreli-Bhavnagar tomorrow.

Ahmedabadites are troubled by the increasing intensity of heat

The Meteorological Department has predicted light to moderate rainfall in various districts of the state on September 6, 7, 8 and 9 as well. Meanwhile, Ahmedabadites are disturbed by the increasing heat intensity. Yesterday, the maximum temperature of the city was recorded as high as 35.9 degrees. It was three degrees more than normal. Partly cloudy weather is likely in the city today, due to which the temperature is expected to rise even today.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.