સારા વરસાદથી સપ્ટેમ્બરમાં કૂવા અને નદીઓ છલકાશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી – Predictions of Paresh Goswami

WhatsApp Group Join Now

સારા વરસાદથી સપ્ટેમ્બરમાં કૂવા અને નદીઓ છલકાશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી – Predictions of Paresh Goswami

આ ૫ાણ વાચો: પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હવામાનમાં સપ્ટેમ્બરમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કૂવા અને બોર છલકાવવાની વાત કરી હતી, જોકે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં કેવું હવામાન રહેવાનું છે તે અંગે વિસ્તારથી જણાવ્યું છે. નોંધનીય છે કે અલનીનો સહિતની અસરોના કારણે રાજ્યમાં ચોમાસાએ જમાવટ કર્યા બાદ ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યો રહ્યો હતો. હવે નવી સિસ્ટમ બનશે અને વરસાદ ધડબડાટી બોલવાશે તે અંગેની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે પરેશ ગોસ્વામીએ ગરમી અને પવન કેવા રહેશે તે અંગે પણ વાત કરી છે.

આ ૫ાણ વાચો: અંબાલાલની આગાહી : સપ્ટેમબરમાં નવી સિસ્ટમ ભુકકા બોલાવશે, 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, ઓગસ્ટ માસમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી હતી. 10થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે તેના બદલે ઓગસ્ટમાં 20-25 kmphની ગતિ જોવા મળી છે, જ્યારે અમુક સમયે આ ગતિ 30 kmphની પણ જોવા મળી હતી. તેમણે 31મી ઓગસ્ટે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે પવનની ગતિમાં ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બરની 10 તારીખ સુધી પવનની ગતિ 10-13 kmph રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

તેમણે તાપમાનમાં પણ વધારો થયો હોવાની વાત કરી હતી, જેમાં 6 સપ્ટેમ્બર સુધી મહત્તમ તાપમાન 31થી 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તાપમાનમાં હમણાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓને તેમણે નકારી છે. તાપમાન વધવાની સાથે IOD (ઈન્ડિયન ઓસન ડાઈપોલ) સકારાત્મક છે. આ સાથે ગરમી ઉકળાટમાં વધારો થયો છે.

અલનીનોની અસરના કારણે ઓગસ્ટમાં કોઈ ખાસ વરસાદ જોવા મળ્યો નથી, જોકે, IOD (ઈન્ડિયન ઓસન ડાઈપોલ) 70 ટકા જેટલો પોઝિટિવ ફેઝમાં આવ્યો છે, આગામી સમયમાં IOD વધુ પોઝિટિવ બની શકે છે. તેમણે આ સાથે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ઉભી થવાની અને ગુજરાતને વરસાદ મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત જણાવે છે કે, 5થી 9 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની શક્યતાઓ છે ત્યારે 2 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં અસ્થિરતા ઉભી થવાનું શરુ થઈ શકે છે, આ પછી વરસાદી સિસ્ટમ 3-4 તારીખ સુધીમાં બનીને ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરી શકે છે. જેના કારણે 5-6 સપ્ટેમ્બરે તેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે.

આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવશે ત્યારથી તેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે, જોકે, 5-6થી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાનનું સેશન હશે તેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોને વરસાદનો લાભ મળી શકે છે. ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે પરેશ ગોસ્વામીએ સારો વરસાદ સપ્ટેમ્બરની મધ્યમાં થવાની સંભાનાઓ વ્યક્ત કરી છે.

આવામાં સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ દરમિયાન પાકની પીયતની જરુરિયાત પૂર્ણ થાય તેવો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન કૂવા-બોર અને નદીઓ છલકાય તેવો વરસાદ થઈ શકે છે. ખેડૂતોની ચિંતા આગામી સમયમાં દૂર થઈ શકે છે. આમ પરેશ ગોસ્વામી દ્વારા સપ્ટેમ્બરની શરુઆતમાં ગરમી-ઉકળાટ રહેશે જે બાદ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમનો ગુજરાતને લાભ થવાની વાત કરવામાં આવ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment