કાલથી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, આ રાજ્યોને ધમરોળશે મેઘો, જુઓ કેટલા દિવસ અને ક્યાંની આગાહી – Heavy rain alert from tomorrow

WhatsApp Group Join Now

કાલથી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, આ રાજ્યોને ધમરોળશે મેઘો, જુઓ કેટલા દિવસ અને ક્યાંની આગાહી – Heavy rain alert from tomorrow

હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર આવતી કાલ એટલે કે 2 સપ્ટેમ્બરથી પૂર્વી અને પૂર્વી મધ્ય ભારતનાં રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઈ શકે છે. આ સિવાય કેરળ, અંદમાન-નિકોબાર દ્વીપમાં આવનારાં 5 દિવસો સુધી ભારે વરસાદ થશે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 3-5 સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પૂર્વી ભારતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર નોર્થ-ઈસ્ટ ઈન્ડિયામાં 1થી 3 સપ્ટેમ્બરની વચ્ચે અસમ, મેઘાલય, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ જોવા મળશે. પૂર્વી ભારતની વાત કરીએ તો અંદમાન-નિકોબારમાં આવનારાં 5 દિવસો સુધી વરસાદ રહેશે. આ સિવાય ગંગીય પશ્ચિમ બંગાળમાં 3 સપ્ટેમ્બર, ઓડિશામાં 2-3 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ થશે.

મધ્ય ભારતમાં આગાહી

મધ્ય ભારતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગનાં પૂર્વાનુમાન અનુસાર વિદર્ભ અને છત્તીસગઢમાં 3થી 5 સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદ તેમજ વીજળીનાં કડાકા-ભડાકા જોવા મળશે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, દક્ષિણી આંતરિક કર્ણાટકમાં 1-2 સપ્ટેમ્બરનાં ભારે વરસાદ રહેશે.

દિલ્હીની શું હશે સ્થિતિ?

IMD અનુસાર દિલ્હીમાં આવતા અઠવાડિયે વરસાદની સંભાવના નથી. 1 સપ્ટેમ્બરનાં દિલ્હીમાં વધુમાં વધુ 37 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે જે 2 સપ્ટેમ્બરનાં 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment