ક્યાં સુધી વરસાદના ઠામ-ઠેકાણા નથી? અંબાલાલે ઘસીને કહી સ્પષ્ટ વાત – When will it rain in Gujarat
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો છવાયા છે. મહિના પ્રમાણે વાત કરીએ તો ઓગસ્ટમાં 90 ટકા વરસાદની ઘટ નોંધાઇ છે, ત્યારે હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થયા છતાં વરસાદના કોઇ ઠેકાણા નથી. જેને લઇને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જોકે, હજુ આગામી ટૂંક સમયમાં પણ વરસાદ રાહત આપશે, તેવા કોઇ સંકેત મળી રહ્યા નથી. આગામી સાત દિવસ દરમિયાન પણ વરસાદ નિરાશ કરશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ નહીં બરાબર જોવા મળશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્થમાં વરસાદની કોઇ સંભાવના નથી. અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઇને કોઇ સંભાવના જોવા મળતી નથી.
અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, સાત દિવસ દરમિયાન સાઉથ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન આ ભાગોમાં જ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં પણ ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે, ત્યારે વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદની સંભાવના નથી.
ગુજરાતમાં વરસાદ ન પડવા પાછળ સક્રિય સિસ્ટમનો અભાવ માનવામાં આવે છે. સક્રિય સિસ્ટમ ન હોવાના કારણે ગુજરાતમાં વરસાદ થઇ રહ્યો નથી, ત્યારે આગામી સમયમાં ક્યારે સક્રિય સિસ્ટમ સર્જાશે તેના વિશે પણ હવામાન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી એક સપ્તાહ સુધી કોઇપણ પ્રકારની સિસ્ટમ બનવાની સંભાવના ખૂબ જ ઓછી છે. કોઇ ચોક્કસ સિસ્ટમ દેખાતી નથી, તેથી જ વરસાદ સાવ નીચલા સ્તરે રહેવાની સંભાવના છે.
ગુજરાતના તાપમાનની વાત કરતાં તેમણે જણાવ્યું કે, તાપમાનમાં મોટાભાગે એક-બે ડિગ્રીનો ફેરફાર જોવા મળી શકે