એક રાઉન્ડ બાદ આ તારીખથી રાજ્યમાં ચોમાસું લેશે વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી
આ પણ વાચો: આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: જૂનાગઢ, અમદાવાદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને ધમરોળશે
predicts Paresh Goswami : રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે 24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
‘કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે’
પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આવતીકાલે કચ્છના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં આજથી ઘટાડો નોંધાયો છે, ત્યારે દ. ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
’22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થશે’
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેમ જણાવ્યું છે.
આ પણ વાચો: આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ