Rain forecast : ઉત્તર ભારત સહિત સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાં ભીષણ ગરમી જોવા મળી રહી છે. એપ્રિલની શરૂઆતમાં ઘણા ભવગોમા મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જો કે આટલી ગરમીમાં પણ કેટલાક રાજ્યોમાં વરસાદે પડ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સાત એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે. બીજી બાજુ અનેક રાજ્યો માટે હીટવેવની આગાહી જાહેર કરાઈ છે.
ક્યાંક વરસાદ તો ક્યાક હીટવેવ
હવામાન વિભાગની આગાહી મુજબ નોર્થ ઈન્ટીરિયર કર્ણાટકમાં હીટવેવની સ્થિતિ જોવા મળી. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ, હિમાચલ પ્રદેશમાં પણ છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ જેવા રાજ્યોમાં પણ વરસાદ નોંધાયો છે.
આ પણ વાચો : ગુજરાતનું ચોંમાસુ ટનાટન રેહેવાની પરેશ ગોસ્વામીની આગાહી
આંધી તોફાનની આગાહી
Rain forecast : હવામાન વિભાગની આગાહી છે કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખમાં આગામી ત્રણ દિવસ સુધી તથા ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આ રાજ્યોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેલી છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી 7 દિવસ સુધી વરસાદ, આંધી તોફાન તથા વીજળીના કડાકા ભડાકા વાળો વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, અંબાલાલ પટેલે તારીખો સાથે વિસ્તાર વાઈઝ આગાહી કરી
આ રાજ્યોમાં ગરમી વધશે!
ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મણિપુર, ત્રિપુરા, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટક, ઓડિશા, વિદર્ભ, સાઉથ વેસ્ટ રાજસ્થાન, સેન્ટ્રલ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં લઘુત્તમ તાપમાન નોર્મલથી ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધવામાં આવ્યું છે. પૂર્વ ભારતમાં આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? જાણો હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત માટે આગાહી
રાજ્ય હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે કે, આવનારા સમયમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, 4 દિવસ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાલે 38 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. સૌથી વધુ 38.7 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધવામાં આવ્યું. કચ્છમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. તાપમાન 40 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, 4 દિવસ પછી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાલે 38 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.