Rain forecast : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ જેવી સ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 4 મે સુધી અકળામણ થાય તેવી સ્થિતિ રહેવાની શક્યતા છે. તેમજ આગામી 4 દિવસ પોરબંદર, ભાવનગર અને કચ્છમા હિટવેવની આગાહી કરવામાં આવી છે. જોકે કાળઝાળ ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા અને 3 દિવસ બાદ હજુ પણ 2થી 3 ડિગ્રી તાપમાનનો વધારો થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આગામી દિવસોમાં આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેવાની શક્યતા અને 6થી 8 મેના પ્રી મોન્સુન એક્ટિવિટી રહેવાની શક્યતા છે. જેમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળી શકે છે.
આ પણ વાચો : અંબાલાલે ગુજરાતમાં ચોમાસાની તારીખો જણાવી તો પરેશ ગોસ્વામીએ એક નવી આગાહી કરી
10 થી 14 મેમાં વરસાદની શક્યતા?
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉતર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. 10 થી 14 મેના પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે. મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 મે પછી પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું કઇ તારીખે બેસશે, કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલની આગાહી
ભારે ગરમી પડશે?
Rain forecast : અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, ભારે આંઘી વંટોળ સાથે કેટલાક ભાગમા મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે. મે મહિના બે સપ્તાહમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને કાળઝાળ ગરમીના રહેશે અને હવે કાળી આંધી આવવાની શક્યતા છે. વધારે પડતા પવનના કારણે અસર જોવા મળી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, કાળી આંધીઓનુ પ્રમાણ વધવાની શક્યતા છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ : આંધી વંટોળ અને ભારે પવન આવશે, જાણો મે મહિના માટેની મોટી આગાહી
ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે. ઉનાળામાં દરિયાકાંઠાના ભાગોનું તાપમાન સામાન્ય રહેતુ હોય છે. પરંતુ આ વર્ષે દરિયાકાંઠાના વિસ્તારો ગરમ થઇ રહ્યા છે. ભેજ અને ગરમ પવનના કારણે લોકો અકળામણનો અનુભવાઈ રહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
10 થી 14 મેના પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.