રક્ષાબંધનમાં પણ મેઘરાજા રિસાયેલા રહેશે! આખા ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી – Rain forecast to disappear from entire Gujarat

WhatsApp Group Join Now

રક્ષાબંધનમાં પણ મેઘરાજા રિસાયેલા રહેશે! આખા ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી – Rain forecast to disappear from entire Gujarat

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ માટે હજુ અઠવાડિયું રાહ જોવી પડશે તેવી સંભાવનાઓ શનિવારે કરેલી આગાહીમાં વ્યક્ત કરી હતી. રાજ્યમાં ઓગ્સ્ટ મહિનો લગભગ વરસાદ વગરનો રહ્યો છે, આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, જોકે, રાજ્યના બાકીના ભાગોમાં સામાન્ય માણસો અને ખેડૂતો દ્વારા વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. આ સિવાય જે વરસાદી સિસ્ટમ આપતો મોનસૂન ટ્રોફ છે તે પણ સામાન્ય કરતા ઉત્તરમાં રહેતા વરસાદ ગુજરાત સહિતના પશ્ચિમના રાજ્યોમાં ખેંચાયો છે. (IMD)

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છની સાથે ઉત્તર ગુજરાત પણ મોટાભાગે સૂકું રહેવાની આગાહી શનિવારે કરી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, 29 તારીખ પછી અહીં પણ વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે. આ પછી નવસારી, વલસાડ, તાપી અને દમણમાં હળવો વરસાદ રહી શકે છે.

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનાની શરુઆતથી લગભગ સમગ્ર ગુજરાતમાંથી વરસાદ ગાયબ થવાની આગાહી કરી છે. હાલ રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ બનવાનું અનુમાન કરવામાં આવ્યું નથી જેના કારણે રાજ્યમાં ક્યાંય ભારે કે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. એટલે કે હમણાં રાજ્યમાં વરસાદ માટે રાહ જોવી પડશે.

હવામાન વિભાગે અમદાવાદ અંગે વાત કરીને જણાવ્યું કે, વરસાદ રહેવાની સંભાવનાઓ નથી પરંતુ આકાશ વાદળછાયું રહી શકે છે. અલનીનોની સંભાવના અંગે અગાઉથી જ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને હાલ તેની અસરના કારણે વરસાદમાં ભારે ઘટાડો થયો છે. વાદળછાયું વાતાવરણ હોવાથી તાપમાનમાં હમણાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment