24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના પારડીમાં વરસાદ – Rainfall in 184 talukas in 24 hours

WhatsApp Group Join Now

24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડના પારડીમાં વરસાદ – Rainfall in 184 talukas in 24 hours

રાજ્યમાં આદ્રા નક્ષત્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચારેતરફ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સવારેના ૬ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ નોંઘાયો છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ નોંઘાયો છે. તો બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવેલ આકડા મુજબ, આજે 29 તારીખના સવારે 6.00 વગ્યા સુઘીમાં 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ ખાબકયો છે. જેમાં સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ નોંઘાયો છે. સુરત કામરેજમાં 5.96 વરસાદ ખાબકયો છે. આ સાથે ખેરગામ, નવસારી, સુરતના ધરમપુર, વાપી, પલસાણા અને ઉમરગામમાં 5 ઇંચથી વધારે વરસાદ નોંઘાયો છે.

આ સાથે મળતી માહિતી અનુસાર, તાપીના વ્યારા, માંડવી, વિસાવદર, કોડીનાર, કુતિયાણા, કેશોદ અને વાલોદમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ચીખલી, સોનગઠ, ડોલવણ, જૂનાગઢ, કપરાડા, વાડીઆ, ખંભાળિયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસંદા, ઉપલેટામાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબકયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ રહેવાની શકયતા છે. આગામી દિવસોમાં સમગ્ર રાજયમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાનું જોર વધવાની સાથે ગરમીમાં ઘટાડો થયો છે.

આજની વાત કરીએ તો, હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને ભરૂચમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.