મેઘરાજા સપ્ટેમ્બરમાં ધડબડાડી બોલાવશે! કૂવા-બોર છલકાશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી – September weather Forcast by Paresh Goswami

WhatsApp Group Join Now

મેઘરાજા સપ્ટેમ્બરમાં ધડબડાડી બોલાવશે! કૂવા-બોર છલકાશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી – September weather Forcast by Paresh Goswami

આ પણ વાંચો: અંબાલાલ પટેલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ?

ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનાના ઓછા વરસાદે પાછલા લગભગ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, ઓગસ્ટમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધાયો છે અને તે અંગે હવામાન વિભાગ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હવે સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં ગરમી વધવા સાથે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી, હવે આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કેટલીક શક્યતાઓ અને સંભાવનાઓ વ્યક્ત કરીને આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટમાં અલનીનોની અસર રહેવાથી વરસાદમાં મોટો બ્રેક જોવા મળ્યો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, ઓગસ્ટમાં ‘મોનોસૂન બ્રેક’ની સ્થિતિ જોવા મળી છે, આ સાથે અલનીનોની પણ અસર જોવા મળી છે. ઓગસ્ટમાં ખેડૂતોએ પોતાની રીતે પીયતની વ્યવસ્થા કરીને પાકને ટકાવવો પડ્યો છે. અલનીનોની સાથે IOD (ઈન્ડિયન ઓસન ડાઈપોલ) નેગેટિવ ફેઝમાં હતો જે 28મી ઓગસ્ટે પોઝિટિવ ફેઝમાં આવ્યો છે, જેની સાથે આપણા (ભારત) માટે સારા વરસાદના સંકેત હોય છે.

તેમણે જણાવ્યું કે, આમ છતાં, હજુ બંગાળની ખાડીમાં સારો વરસાદ આપનારી સિસ્ટમ વિકસિત થઈ નથી, જોકે, 2 કે 3 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી વરસાદ આપનારી સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને અને લો-પ્રેશર ગુજરાત (ઉત્તર-પશ્ચિમ) તરફ આગળ વધી શકે છે. આ કારણે 5થી 8 કે 9 સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવનાઓ છે. IOD પોઝિટિવ થયા બાદ પણ સિસ્ટમ મોડી બનવાની શક્યતાઓ છે જેના કારણે વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે.

સિસ્ટમ મોડી બનવાના કારણે અગાઉ જે 1થી 5 તારીખ દરમિયાન એટલે કે સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ થવાની શક્યતાઓ હતી પરંતુ હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. તેમણે કહ્યું છે કે 1થી 5 તારીખ સુધી વરસાદ જોવા નળી મળે તેવી આગાહી તેમણે અગાઉ પણ કરી હતી અને ફરી નવી આગાહીમાં આ અંગે વાત કરી છે.

8-9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, એકવાર સિસ્ટમ બની ગયા પછી તેના ટ્રેક સહિત કયા ભાગોમાં વરસાદ થશે તેની માહિતી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવશે.

5થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓની વાત કરીને પરેશ ગોસ્વામીએ જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ થવાની પણ આગાહી કરી છે. તેઓ જણાવે છે કે, 16 લઈને 22-23 સપ્ટેમ્બરનું વરસાદનું જે સેશન હશે તેમાં એટલો વરસાદ પડશે કે પાણીની જે ઘટ આવી છે તે પૂર્ણ થઈ શકે છે. કૂવા અને બોરના જે તળ નીચા ગયા છે તેને ફરી છલકાવી દેશે.

તેમણે ખેડૂતોને સલાહ આપીને જણાવ્યું કે, દરેક ખેડૂત ભાઈઓને મારો એક જ સંદેશ રહેશે કે 1થી 5 સપ્ટેમ્બરમા વરસાદની બહુ આશા રાખશો નહીં, 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થવાનો છે. 5 તારીખ સુધીમાં પાક સૂકાતો હોય તો પીયત આપવાનું ચાલુ રાખજો. આ સાથે તેમણે આગામી સમયમાં વરસાદ અંગે વધુ માહિતી આપવાની પણ વાત કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment