ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18 થી 20માં આવશે, અત્યંત ભારે વરસાદની આગાહી – The first deep depression of the monsoon will arrive

ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18 થી 20માં આવશે, અત્યંત ભારે વરસાદની આગાહી – The first deep depression of the monsoon will arrive‌‍

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે. જેમાં 15થી 17 જુલાઈ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તેમજ 17 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. તથા 23થી 30 જુલાઈ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.

ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18થી 20 જુલાઈએ આવશે

ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18થી 20 જુલાઈએ આવશે. તથા દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે. ડિપ્રેશન રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પસાર થઈ ગુજરાત આવશે. વરસાદથી ગુજરાતના સાબરમતી નદીના સ્તરમાં વધારો થશે. તેમજ નર્મદા અને તાપી નદીમાં પણ પાણીની આવક વધશે. સાતે જ અમદાવાદ અને ગાંધીનગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

23થી 30 જુલાઈ સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી

રાજ્યના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 23થી 30 જુલાઈ સુધી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરથી અતિભારે વરસાદની આગાહી છે. ચોમાસાનું પ્રથમ ડિપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. જે મજબૂત બની દેશ સહીત ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપશે. જેમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ડિપ્રેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પસાર થઈને ગુજરાત આવશે ત્યારે વરસાદથી સાબરમતી નદીના સ્ત્રાવમાં વધારો થશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ રહી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.