Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Weatherઆજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

18 સપ્ટેમ્બરે આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરે એટલે કે આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

19 સપ્ટેમ્બરે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment