આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: જૂનાગઢ, અમદાવાદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને ધમરોળશે

આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: જૂનાગઢ, અમદાવાદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને ધમરોળશે

Gujarat Rain forecast: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી 

આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત અને બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની શક્યતા છે.

શું છે હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. આજે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

વરસાદની આગાહી કરતા ગતરોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છેઃ અંબાલાલ પટેલ

તેઓએ જણાવ્યું હતું કે, આ બે દિવસ દરમિયાન થરાદ, વાવ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરના પોરબંદર, દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આજે કચ્છના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં આજથી ઘટાડો નોંધાયો છે, ત્યારે દ. ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

’22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થશે’

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે, તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેમ જણાવ્યું છે

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment