01/08/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – today Rain forecasta
આજે 1 તારીખના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાની શક્યતા છે. અમુક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. કચ્છમાં અમુક જગ્યા પર વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.
સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે સાથે વરસાદી ઝાપટા પણ શરૂ રહેશે. અમુક વિસ્તારોમાં ધૂપછાવ નો માહોલ રહેશે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. ધુપછાવ નો માહોલ રહેશે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા જોવા મળશે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરાપ જોવા મળશે. અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે.