28 થી 31 માર્ચમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

today rain forecast : દેશભરના રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળશે. આજે દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી પાંચ દિવસ સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિઓ ની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમી હિમાલયી વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે. જેની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આ ઉપરાંત 29મી માર્ચે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે જે વરસાદની ગતિવિધિઓમાં તીવ્રતા લઈને આવશે.

Paresh Goswami

આજે આ ભાગોમાં પડશે વરસાદ!

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જેમાં 28મી માર્ચે હિમાચલ પ્રદેશમાં ભારે પવન ફૂંકાવવાની સાથે હિમવર્ષાની શક્યતા છે. આ સાથે પંજાબ, ગંગીય પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાવાની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ, હરિયાણા અને ચંડીગઢના આંતરિયાળ વિસ્તારોમાં વીજળી ચમકવાની સાથે હળવો વરસાદ ની શક્યતા છે.

આ પણ વાચો : રમણિકભાઇ વામજાની આગાહી : 2024નું ચોમાસું ટનાટન, 107 ટકા વરસાદનું અનુમાન

29 માર્ચે આ ભાગોમાં બદલાશે મોસમ

today rain forecast : હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર 29 માર્ચે હિમાચલ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ વીજળી ચમકવાની સાથે કરાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, લદાખ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વીજળી ચમકવાની સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ 29 માર્ચે જમ્મુ અને કાશ્મીર, લદાખમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવાની શક્યતા છે.

30 માર્ચે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ ની શક્યતા છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા ની શક્યતા રહેલી છે.

આ પણ વાચો :આગામી બે દિવસ ભયંકર રહેશે! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી આગાહી

31 માર્ચે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ કરા ની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળમાં તેજ પવન સાથે વીજળી ચમકારાની શક્યતા છે અને વરસાદની પણ શક્યતા છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અસમ, મેઘાલયમાં ભારે વરસાદ શક્યતા છે. જમ્મુ કાશ્મીર, લદાખ, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.

અંબાલાલ પટેલની નવી આગાહી – today rain forecast

હોળીકા દહન બાદ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે પણ જાણવા જેવી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ અનુમાન જાહેર કર્યું છે. તે દિવસે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમ દિશાનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો જોવા મળ્યો હતો. જે સારા સંકેતો છે એટલે ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા જે એપ્રિલ થી લઇ જૂન સુધી જોવા મળી શકે છે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા. ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળશે.

today rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા ભાગોમાં પડશે વરસાદ?

હિમાચલ પ્રદેશમાં ભારે પવન ફૂંકાવવાની સાથે હિમવર્ષાની શક્યતા છે. આ સાથે પંજાબ, ગંગીય પશ્ચિમ બંગાળમાં પવન ફૂંકાવાની શક્યતા છે. વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment