ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ – Uttara Falguni Nakshatra

WhatsApp Group Join Now
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ – Uttara Falguni Nakshatra

આ પણ વાચો: બાકી સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની મહેર રહેશે કે કહેર? અંબાલાલ પટેલની આગાહી

Uttara Falguni Nakshatra: સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13-9-2023 ના રોજ થશે. વાર બુધવાર ને સવારના 3 વાગે ને 27 મિનિટે સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થશે. આ નક્ષત્ર નું વાહન હાથી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 26-9-2023 સુધી ચાલશે.

લોકવાયકા

“જો વરસે ઓતરા, તો કાઢે છોતરા”
“જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા”

આ બન્ને કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનુ પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે. જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે.

“જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા”

કહેવતમાં કહેવાયું છે કે, આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન પહોંચે છે. કેમ કે મોટાભાગના પાકો હવે કાપણીની સ્થિતિમાં હોય છે. જે પાકતા પાકને અતિભારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે અને તે પાક ખાવા લાયક રહેતા નથી.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદના સંજોગ

આ નક્ષત્રમાં સારા વરસાદના સંજોગો હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન હાથી છે. એટલા માટે વરસાદ પડવાની શક્યતા થોડી વધારે હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે. જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઇ જતો હોય છે. આ નક્ષત્રના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતના કોઈ-કોઈક ભાગમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.

Uttara Falguni Nakshatra

Uttara Falguni Nakshatra: Which vehicle is it? how much rain Know Folklore and Rain Conditions – Uttara Falguni Nakshatra

Uttara Falguni Nakshatra: Suryanarayana will enter Uttara Falguni Nakshatra on 13-9-2023. Suryanarayan will enter Uttara Falguni Nakshatra on Wednesday at 3:27 am. Elephant is the vehicle of this constellation. Suryanarayan’s orbit in Uttara Falguni constellation will last till 26-9-2023.

folklore

“If it rains, take it out boy”
“If it rains, don’t eat rice, dog”

Both these sayings are famous for Uttara Falguni Nakshatra. Uttara Phalguni Nakshatra is considered as the first Nakshatra of the parting time of Monsoon. Usually the departure of monsoon starts from this nakshatra. If there is heavy rain in this nakshatra, the water table is high.

“If it rains, don’t eat rice, dog”

It is said in the proverb that if there is heavy rain in this constellation, the grain crops will be damaged. As most of the crops are now in harvest stage. Heavy rains can damage ripening crops and make them inedible.

Rainy conditions in Uttara Falguni Nakshatra

This Nakshatra has good rainfall conditions. The vehicle of Uttara Falguni Nakshatra is elephant. That’s why the chance of rain is slightly higher. Uttara Falguni Nakshatra has rains along with wind. If there is good rain, then the water problem is solved. There are chances of heavy rain in some parts of Gujarat in the initial week of this constellation.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment