Rules Change From 1 May 2024 : 1મેથી આ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. હવે એપ્રિલ મહિનો પૂરો થવાનો છે. આમાં હવે થોડા જ દિવસો બાકી છે. આ પછી મે મહિનો શરૂ થશે. મે મહિનાની પ્રથમ તારીખે ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે

તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી લઈને બેંકોના સેવિંગ્સ એકાઉન્ટ સાથે સંબંધિત ચાર્જીસ સુધીના ઘણા ફેરફારો સામેલ છે.

LPG સિલીન્ડરમાં મોટા ફેરફારો

દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. કંપનીઓ 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. 

YES બેંકની વેબસાઈટ અનુસાર સેવિંગ્સ એકાઉન્ટના વિવિધ પ્રકારોના ન્યૂનતમ સરેરાશ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બેંકના નિયમો બદલાશે

પ્રો મેક્સ એકાઉન્ટમાં મિનિમમ એવરેજ બેલેન્સ 50 હજાર રૂપિયા હશે. મહત્તમ ચાર્જ માટે 1,000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

હવે સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, YES રિસ્પેક્ટ એસએમાં મિનિમમ બેલેન્સ 25 હજાર રૂપિયા હશે. આ એકાઉન્ટ માટે ચાર્જની મહત્તમ મર્યાદા 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

ICICI બેંકે તેના બચત ખાતા સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જે આગળના સ્ટેપમાં જણાવેલ છેુ. 

હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવી પડશે. બેંકની 25 પાનાની ચેકબુક માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.