કેમ ભરચોમાસે ગુજરાત ભીંજાતું નથી? ઓગસ્ટમાં માત્ર પોણો ઈંચ વરસાદ, હજુ રાહ જોવી પડશે – Why is Gujarat not drenched in monsoon

WhatsApp Group Join Now

કેમ ભરચોમાસે ગુજરાત ભીંજાતું નથી? ઓગસ્ટમાં માત્ર પોણો ઈંચ વરસાદ, હજુ રાહ જોવી પડશે – Why is Gujarat not drenched in monsoon

રાજ્યમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસી ગયો. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી પણ ઓછો વરસાદ રહેવાનું અનુમાન હતું અને એવું જ થયું. રાજ્યમાં છેલ્લા 22 દિવસથી વરસાદે વિરામ લીધો છે. મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. કૃષિ પાક માટે અત્યારે પાણીની જરૂર છે, પરંતુ વરસાદ ખેંચાયો છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, હજુ પણ રાહ જોવી પડશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું. જેના કારણે સારો વરસાદ આવે તેવી આશા હતી પરંતુ એ સિસ્ટમ ઉપર જતી રહી છે. એટલે હવે એક સપ્તાહ સુધી તો માત્ર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

આગામી 5 દિવસ આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દીવ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ઓગસ્ટમાં કેટલો વરસાદ પડ્યો?

અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો સારો વરસાદ થઇ શકે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સરેરાશ 159 મીલીમીટર વરસાદ થવો જોઈએ. પરંતુ 22 ઓગસ્ટ સુધીમાં માત્ર 17 મીલીમીટર વરસાદ નોધાયો છે. આવું કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે થયું છે. જેના કારણે વરસાદ થયો નથી. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ ગઇ છે. જેના કારણે વરસાદ થયો નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે, એક સપ્તાહ સુધી તો કોઈ સિસ્ટમ બનવાના એંધાણ દેખાતા નથી.

આવામાં આવનારા એક સપ્તાહમાં સારા વરસાદની રાહ જોઈને બેસી રહેતા નહીં. કારણ કે સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. હજુ એક સપ્તાહ સુધી તો સારો વરસાદ થવાની કોઈ શક્યતા નથી. એટલે જો કૃષિ પાકને પાણીની જરુર હોય તો સિંચાઈ કરી દેજો.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તી દ્વારા આગાહી કરતા આજે બપોરે જણાવાયું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી. છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે.

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment