શું કપાસના ભાવ 2000ને પાર જશે? કપાસમાં કેટલી તેજી આવશે?

WhatsApp Group Join Now

શું કપાસના ભાવ 2000ને પાર જશે?

cotton prices : દિવાળાના તહેવારની એક અઠવાડિયાની રજા બાદ કાલે લાભ પાચમ થી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પરના માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન પૂરું થતાં ધમધમવા લાગે છે. પ્રથમ દિવસે જ શુભ ચોઘડિયામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળી સહિત તમામ જણસીઓની હરાજી શરૂ કરતાં માર્કેટિંગ યાર્ડો જણસીઓના ઢગલા થી છલકાય ગયા હતા.

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી જ જણસીઓની આવક શરૂ કરવામાં આવી હતી. જેથી ખેડૂતો મોટી સંખ્યામાં માલ ભરીને આવ્યા હતા.

માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની મોટી ખતરો લાગી હતી. અંદાજે 700 જેટલા વાહનોને પ્રવેશ આપી માલની ઉતરાઈ કરવામાં આવી હતી. શનિવારે લાભ પાંચમ ની સવારે શ્રીફળ વધેરી અને ખેડૂતોનું સ્નેહમિલનિયોજી યાર્ડો માં રાજીનું કામ શરૂ કરાયું હતું અને મહુરતના સોદા કરવામાં આવ્યા હતા.

કપાસના ભાવ 2000ને પાર થશે? આજે તેજીનો માહોલ, જાણો આજના તમામ બજારોના ભાવ

કપાસમાં કેટલો ભાવ રહ્યો?

cotton prices : રાજકોટના બેડી માર્કેટયાર્ડ એ દિવાળીના વેકેશન બાદ પ્રથમ દિવસે 25,000 મણ તપાસને આવક થઈ હતી. 41000 ગુણી મગફળીની આવક થઈ હતી. 53 હજાર ભારી મરચાની આવક થઈ હતી. જેમાં બોણીમાં મગફળીના રૂપિયા 1080 થી 1391 ભાવ બોલાવ્યો હતો. કપાસના ભાવ રૂપિયા 1375 થી 1514 ના બોલાયા હતા. જોકે કપાસ અને મગફળીના ભાવ જળવાયેલા રહ્યા હતા. નવા વર્ષથી ભાવમાં કોઈ વધઘટ જોવા મળી ન હતી.

રાજકોટ ઉપરાંત ગોંડલ, જેતપુર, જામનગર, પોરબંદર, બોટાદ, ભાવનગર, તાલાલા, જુનાગઢ, ધોરાજી, પોરબંદર, કાલાવડ, મોરબી સહીતના તમામ યાર્ડોમાં આવક શરૂ કરાતા જણસીઓથી ઉભરાઇ ગયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment