વર્લ્ડ કપ ફાઇનલમાં અમદાવાદનું વાતાવરણ કેવું રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી

ahmedabad weather forecast : રાજ્યમાં હાલ ગુજરાતીઓ વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીની મઝા માણી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે, 19મી નવેમ્બરના રોજ અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ (World cup 2023 final match) રમાવવાની છે. ત્યારે ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જાણીએ. વિશ્વના સૌથી મોટા મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર ટક્કર થશે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી જાણીએ.

અમદાવાદ હવામાન વિભાગની વેબસાઇટ પર 24 નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ ઉત્તર- પુર્વથી પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. સાત દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં નથી આવી.

ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર છે. 19મી તારીખે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી નથી.

અમદાવાદ હવામાન વિભાગે 18મી તારીખથી 24મી નવેમ્બર સુધી આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તથા ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી કરવામા નથી આવી.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તાજેતરમાં કરેલી આગાહીમાં વરસાદની શક્યતાઓ નહિવત હોવાની વાત કરવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારમાં 21થી 25 નવેમ્બર દરમિયાન કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

ahmedabad weather forecast : આ સાથે તેમણે ખેડૂતો માટે શિયાળુ પાકની વાત કરીને તેમણે માહિતી આપી છે કે, 20-25 દિવસ શિયાળો મોડો છે. આ સાથે તેમણે 18 નવેમ્બરથી તાપમાન નીચું આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. દિવાળી પછી પણ તાપમાન ભલે ઊંચું હોય પરંતુ જે ખેડૂતોને પાણીની ખેંચ આવે એમ છે તેમણે વાવેતર કરવું જોઈએ. જોકે, ખેડૂતે શું કરવું ક્યારે વાવેતર કરવું તે અંગે પોતાની રીતે જ નિર્ણય લેવાનો હોય છે પરંતુ હું માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને મારી વાત રજૂ કરું છું.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment