Rain stop now : રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા સાર્વત્રિત વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા એકાદ-બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. સાથે જ નદીઓ ઉફાન પર હોવાને લીધે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે, હવે જોવાનું એ રહ્યું કે, આ વરસાદી રાઉન્ડ ક્યાં સુધી ધડબડાટી બોલાવશે? આ સાથે જ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઇને હવામાન વિભાગે માહિતી આપી છે.
આ પણ વાચો: એક રાઉન્ડ બાદ આ તારીખથી રાજ્યમાં ચોમાસું લેશે વિદાય, પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, મોટાભાગે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જે કચ્છ અને દ્વારકામાં થઇ શકે છે. બીજી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
વરસાદી સિસ્ટમ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, હાલ વધુ વરસાદ આપી શકે તેવી કોઇ સિસ્ટમ નથી. અત્યારે કચ્છ પર સર્ક્યુલેશન છે. જેની ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વધુ વરસાદ રહેશે. આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના દરિયા કિનારા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાચો: 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી શકે? વરસાદ અંગે હવામાન વિભાગનું મહત્વનું અપડેટ
અમદાવાદમાં વરસાદની સંભાવના વિશે જણાવતાં તેમણે કહ્યું કે, અમદાવાદમાં એકાદ હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ અમુક જગ્યાએ જ વરસાદ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં જેટલો વરસાદ પડવો જોઇએ તેનાથી પણ વધારે વરસાદ થઇ ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 101.08 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 158.73 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 119.68 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 95.52 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 88.31 ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં 96.11 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.