પુષ્ય નક્ષત્ર : ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો નક્ષત્રની લોકવાયકા અને વરસાદના જોગ

પુષ્ય નક્ષત્ર : ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો નક્ષત્રની લોકવાયકા અને વરસાદના જોગ

સૂર્યનારાયણનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 20/07/2023ના રોજ થશે. સૂર્યનારાયણ પુષ્ય નક્ષત્રમાં શુભ પ્રવેશ કરશે ત્યારે વાર ગુરૂવાર છે અને સમય સાંજે 4 વાગીને 57 મીનીટે થશે. પુષ્ય નક્ષત્રમાં સૂર્ય નારાયણનું ભ્રમણ તારીખ 02/8/2023 સુધી ચાલશે. પુષ્ય નક્ષત્રનું વાહન દેડકાનું છે.

મિત્રો પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર ને લઈને એક લોકવાયકા પણ પ્રચલિત છે.

પુનર્વસુ નક્ષત્રની લોક વાયકા મુજબ:

પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા,

વરસા તો વરસા, વાયલા તો વાયલા

પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રોમાં પણ ભારે વરસાદ પડતો હોય છે.

પુષ્ય નક્ષત્રમાં વરસાદના યોગ

પુષ્ય નક્ષત્ર એટલે ‘વખ’  અને વરસાદ પડે તો તે ઉભા પાકો માટે સારો ગણવામાં આવે છે. મિત્રો એવું કહેવામાં આવે છે. કે જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો તેની પછીના નક્ષત્રમાં એટલે કે પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ હોય છે.

આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો અને સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જો કે મોટા ભાગના વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે. પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પણ પડ્યો છે.

પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુષ્ય નક્ષત્રમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડશે તેવુ હવામાન નિષ્ણાંતો અનુમાન લગાવી રહયા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.