વરાપ ક્યારે નીકળશે? ગુજરાતમાં વરાપની આગાહી

WhatsApp Group Join Now

વરાપ ક્યારે નીકળશે? ગુજરાતમાં વરાપની આગાહી

આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારતથી અતિ ભારે વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં જળ પ્રલય પણ જોવા મળ્યો છે. પણ હવે ગુજરાત ભરમાં અતિભારે વરસાદ બાદ ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન ની ભીતિ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે પાક પીળા પડવા અથવા તો ખેતરોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી પાક બળી જવા જેવી સમસ્યા ખેડૂતો ભોગવી રહ્યા છે. તેથી હવે ખેડૂતોને વરાપની જરૂર છે.

રાજ્યમાં 6 દિવસ વરાપ

ગુજરાતમાં 25 તારીખથી લઈને 31 તારીખ સુધી વરાપ રહેવાની શક્યતા છે. ઘણી જગ્યાએ તડકો ભારે પડશે. તો ઘણી જગ્યાએ ખુલ્લું આસમાન પણ જોવા મળશે. પરંતુ મિત્રો રાજ્યભરમાં ચોમાસાનો દોર ચાલી રહ્યો છે એટલે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તો અમુક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે. બાકી મોટા ભાગે ઘણા વિસ્તારોમાં વરાપ રહેશે. આ 25 થી 31 તારીખ સુધીમાં દરમિયાન એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા બની શકે.

નવો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે?

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર 30 જુલાઈ થી ત્રીજી ચોથી ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદની નવી એક સિસ્ટમ સક્રિય થશે. એ સિસ્ટમ ની અસર 15 ઓગસ્ટ સુધી રહેશે. 

જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જો ઓગસ્ટ મહિનાની બીજી અને ત્રીજી તારીખે વરસાદ શરૂ થઇ જશે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ શરૂ થઇ શકે છે. ઉપરાંત તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. આ વરસાદ પણ ધબધબાટી બોલાવશે તેવી શક્યતા છે.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.