આગામી 24 કલાક અતિભારે, આજે કયા કયા વિસ્તારમાં આગાહી? – Heavy rain for the next 24 hours

WhatsApp Group Join Now

આગામી 24 કલાક અતિભારે, આજે કયા કયા વિસ્તારમાં આગાહી? – Heavy rain for the next 24 hours

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ વરસાદનું જોર જોવા મળી શકે છે આ સિવાય આજે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ આજે મેઘરાજા કમરોલી નાખશે

હવામાન વિભાગે આવતીકાલથી વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે પૂર્વ પશ્ચિમ ટ્રફ ગુજરાત પરથી પસાર થઈ ગયા પછી વરસાદના ઝોરમાં ઘટાડો જોવા મળશે પરંતુ આગામી સમયમાં વધુ એક વરસાદે સિસ્ટમ રાજ્ય તરફ આવી રહી છે

આજે કયા કયા વિસ્તારમાં આગાહી?

આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને પોરબંદર તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આજે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ગીર સોમનાથ જુનાગઢ નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ અપાયું છે આ સિવાય દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ

બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર દેશમાં પ્રવેશ્યા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આ વરસાદ આપતી સિસ્ટમ ગુજરાત પર ત્રાટકશે ત્યારે ફરી એકવાર ધમાકેદાર વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.