24/07/2023 • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી – today Rain forecast

WhatsApp Group Join Now
આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી - today Rain forecast

આજે 24 તારીખના રોજ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં બે જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં ત્રણ જિલ્લામાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અરવલ્લીના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વાતે મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના સુરત અને ભરૂચ અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા પણ જોવા મળી શકે છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

કચ્છમાં આજે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા તો અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ પડી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.