1 એપ્રીલથી 300 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર, હવે એક વર્ષ ફક્ત 700 રૂપિયામાં મળશે સિલિન્ડર

WhatsApp Group Join Now

LPG cylinder subsidy : નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી નિયમોમાં ઘણા નાના મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જ એક નિયમ પીએમ ઉજ્જવલા યોજના સાથે સંબંધિત છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન LPG સિલિન્ડર પર 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાનું શરૂ રહેશે. તમને જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ 31 માર્ચ 2024 સુધી અમલમાં હતું, પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવીને મહિલાઓને એક નવી ભેટ આપી છે.

300 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર

આ નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે. જેમાં LPG સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળશે. જે પીએમ ઉજ્વલ્લા યોજનાનાં લાભાર્થીઓને LPG સિલિન્ડર માફક 700 રૂપિયામાં મળશે.

આ પણ વાચો : ફ્રી ગેસ સિલિન્ડર મળશે! જાણો સંપૂર્ણ રિપોર્ટ?

12 સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ મળશે!

તમને જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં 12 સિલિન્ડર આપવામાં આવે છે. આ અંતર્ગત 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી સીધી ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ રીતે ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતાં 300 રૂપિયા (LPG cylinder subsidy) સસ્તા સિલિન્ડર મળે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારનો સબસિડી પર કુલ ખર્ચ 12,000 કરોડ રૂપિયા રહેશે.

2016માં થઈ હતી યોજનાની શરૂઆત

ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને સરકારે મે 2016માં પીએમ ઉજ્જવલા યોજના શરૂઆત કરી હતી. આ યોજનામાં 1 માર્ચ, 2024 સુધી 10.27 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયેલા છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ 29 ટકા માં વધારો થઈ ને 2019-2020માં 3.01 રિફિલ્સના પ્રમાણમાં 2023-24 (જાન્યુઆરી 2024 સુધીમાં) માટે 3.87 રિફિલ થયો છે.

આ પણ વાચો : મહિલાઓને મોદી સરકારની ભેટ : LPG ગેસ હવે માત્ર 600 રૂપિયામાં, જાણો તમારા શહેરોમાં નવા ભાવ

100 રૂપિયા સસ્તો LPG સિલિન્ડર

8 માર્ચે મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકાર દ્વારા LPG સિલિન્ડર 100 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું. આ ડિસ્કાઉન્ટ સાથે હવે દેશની રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડર 803 રૂપિયામાં મળી રહ્યું છે.

LPG cylinder subsidy

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
300 રુ૫ીયા સબસિડી કેટલો સમય મળશે?

સબસિડી મુક્તિ 31 માર્ચ 2024 સુધી અમલમાં હતું, પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને 31 માર્ચ 2025 સુધી લંબાવીને મહિલાઓને એક નવી ભેટ આપી છે.

How long to get Rs 300 subsidy?

The subsidy exemption was in effect till 31 March 2024, but recently the government has extended the exemption till 31 March 2025 and given a new gift to women.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment