આદ્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? – Adra Nakshatra heavy rain forecast

WhatsApp Group Join Now

આદ્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? – Adra Nakshatra heavy rain forecast

લોકવાયકા મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કોલા વેધર વેબસાઇટના પૂર્વાનુમાન અનુસાર આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ જણાઈ રહ્યો છે. જો મોડી અથવા બીજી વાર વાવણી ઘણી વખત આદ્રા નક્ષત્રમાં થતી હોય છે.

આદ્રા નક્ષત્ર કયારે : મોટે ભાગે દર વર્ષે રાજયમાં ચોમાસાની શરુઆત આદ્રા નક્ષત્રથી થતી હોય છે. સુર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ દર વર્ષે મોટે ભાગે 21 જૂન કે પછી 22 જૂનના રોજ થતો હોય છે. આ વર્ષે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 22 જુના રોજ થશે. વાર ગુરુવાર અને સાંજે 5 વાગીને 49 મીનીટે થશે. ત્યારે આદ્રા નક્ષત્રનું વાહન ઘેટાનું છે.

આ પણ વાચો: મૃગશીર્ષ નક્ષત્ર: ચોમાસુ કેવુ રહેશે? કયુ વાહન? જોણો તારીખ અને શુ લોકવાયકા છે

આદ્રા નક્ષત્રને લઇ એક લોકવાયકા પણ પ્રચલીત છે.

લોકવાયકા:

મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા

  • મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો
  • જો આદ્રા નક્ષત્રમાં વરસાદની શરૂઆત થાય તો, પાછળના નક્ષત્રમાં પણ સારો વરસાદ પડે છે. આદ્રા નક્ષત્રની વાવણીને શુભકારી માનવામાં આવે છે.

આદ્રા નક્ષત્રમાં વરસાદ જોગ

આદ્રા નક્ષત્ર બેસે તે પહેલા ૩ થી ૪ દિવસ દરમિયાન જો અગ્નિ ખૂણામાંથી સતત પવન ફૂંકાય તો, આ નક્ષત્ર મોટે ભાગે કોરું જાય તેવુ માનવામાં આવે છે.  અને આદ્રા નક્ષત્રના ચોથા ચરણમાં એટલે કે આદ્રા નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની સારી સંભાવના ઊભી થતી હોય છે. મોટે ભાગે દર વર્ષે ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળતું હોય છે.

આદ્રા નક્ષત્રમાં અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજય માટે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, 27 થી 30 જુન દરમીયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેનાથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થાય તેવી શકયતા છે, જેના કારણે ખેડુતોની પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. ડેમોમાં પાણીની આવક વધશે, જળાશયો છલકાશે.

દ. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. રાજયમાં પાણીની સમસ્યા ભારે વરસાદ બાદ હલ થઈ શકે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક થઇ શકે, ઉ. ગુજરાતના વિસ્તારોમાં પણ પાણીની આવક થશે. તેથી 27 થી 30 તારીખ દરમિયાન રાજયમાં જબરજસ્ત વરસાદનું વહન આવી રહ્યું છે.

Adra Nakshatra : Which vehicle is it? How much will it rain? – Adra Nakshatra heavy rain forecast

According to folklore, Mrigashirsha Nakshatra recorded rain, while according to the forecast of the Kola Weather website, Adra Nakshatra is seeing universal and heavy rains. If late or second sowing is often in Adra Nakshatra.

When is Adra Nakshatra: Mostly every year monsoon in the state begins with Adra Nakshatra. Sun enters Adra Nakshatra every year mostly on June 21 or June 22. This year Sun will enter Adra Nakshatra on 22 June. Times will be on Thursdays and at 5:49 PM. Then the vehicle of Adra Nakshatra is sheep.

A folklore is also popular about Adra Nakshatra.

Folklore:

“Magshara vaya toh adra me aya
Adra in a year, Padhra for twelve months”

If there is a lot of wind in Mrigashirsha Nakshatra, there will be a lot of rain in Adra Nakshatra.
If the rain starts in Adra Nakshatra, the back Nakshatra also gets good rain. Sowing Adra Nakshatra is considered auspicious.

Rain of Adra Nakshatra

If there is continuous wind blowing from the Agni angle during the 3 to 4 days before Adra Nakshatra sets, this Nakshatra is considered to be mostly erased. And in the fourth phase of Adra Nakshatra i.e. when Adra Nakshatra descends there is a good chance of rain. Mostly every year in Adra Nakshatra in Gujarat the amount of rainfall is good.

Prediction of Ambalal Patel in Adra Nakshatra

Ambalal Patel, a well-known meteorologist of Gujarat, has given a big forecast for the state and said that there are chances of heavy rains in parts of South Gujarat between 27th and 30th June. This is likely to increase the water level of Narmada and Tapi, due to which the water problem of farmers can be solved. Water revenue will rise in demos, reservoirs will overflow.

d. There is a possibility of rain in the areas of Saurashtra as well. Water problem in the state can be solved after heavy rains. Apart from this, Saurashtra demos can also get water income, said Mr. There will also be water revenue in the areas of Gujarat. Hence, the state is receiving heavy rainfall during 27th to 30th.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.