Ambalal Paresh Goswami forecast : આગામી દિવસોમાં ગુજરાતમાં કયા-કયા જિલ્લામાં પડશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં આગામી 6 દિવસ કેવું વાતાવરણ રહેશે? સાથે જ જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે?
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગઇકાલે રાજ્યમાં આગામી દિવસોની આગાહી કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં 5 દિવસ ડ્રાય વેધર રહી શકે છે. જે બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થશે નહિ.
આ પણ વાચો : ત્રણ દિવસ આ 2 જિલ્લામાં ભારે માવઠું? જાણો બીજા ક્યાં કયા જિલ્લામાં આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી?
વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, 10 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 11 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદામાં સામાન્ય વરસાદની શકયતા છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું કે, 8 થી 13 એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી ગુજરાતમાં માવઠાની શક્યતા છે. ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે. જેની કેટલીક લેયરો ગુજરાત રાજ્ય સુધી લંબાવાની શક્યતા છે. જેના કારણે 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.
આ પણ વાચો : આ 9 જિલ્લા તૈયાર રહે, અંબાલાલ અને હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં માવઠાની આગાહી?
પરેશ ગોસ્વામીએ માવઠાની શક્યતા સાથે તેની અસર ગુજરાતમાં ક્યાં કયા થશે તે પણ જણાવ્યું છે. તેઓ કહે છે કે, 13 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની શક્યતા રહેલી છે. આ માવઠાના કારણે બાગાયતી પાક પર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
Ambalal Paresh Goswami forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગેની આગાહી કરી છે. તેમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 7 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં 4 ડિગ્રી ઉષ્ણતાપમાન વધારો થવાની શક્યતા છે.
આ પણ વાચો : 13 થી 16 એપ્રિલમાં વરસાદની શક્યતા? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 એપ્રિલમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આ પલટાને લીધે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ઘીમો તો ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેલી છે. 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઇ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
13 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની શક્યતા રહેલી છે.