Rain forecast : ગુજરાતમાં હવામાનની શું સ્થિતિ ચાલી રહી છે તે અંગે અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી યથાવત રહેવાની સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરાઈ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની શક્યતા રહેલી છે. આ વરસાદની દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં પડી શકે છે.
આ પણ વાચો : વાવાઝોડાની સિઝન શરૂ, ગુજરાત સહિત દેશભરમાં વાવાઝોડા ક્યારે સક્રિય થાય છે?
ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી
ગુજરાતના ચાર જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. હળવા વરસાદની પહેલા રાજ્યમાં આકરી ગરમીની પડવાની શક્યતા છે ત્યાર બાદ વરસાદની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારમાં હીટવેવની શક્યતાઓ પણ વ્યકત કરવામાં આવી છે. જેમાં દીવ અને ભાવનગરમાં હિટવેવની શક્યતા છે. અહીં 7 અને 8 તારીખના રોજ હીટવેવની શક્યતાઓ છે.
આ પણ વાચો : 7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી, વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકશે!
આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે?
Rain forecast : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા દેખાતી નથી. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.6 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આજે ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી જવાની શક્યતા છે.
આ પણ વાચો : ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી જાહેર
ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આમ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 તારીખે ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની શક્યતા છે.