Ambalal Patel new forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, 10 મે થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા રહેલી છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમિમાં વધારો થવાની શક્યતા છે. આ બાદ ફરીથી 24 અને 25 તારીખથી પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.
આંધી સાથે વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 તારીખથી 14 તારીખ વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 10 મેથી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખે વરસાદની આગાહી?
8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદ
અંબાલાલ પટેલે 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા તેમણે વ્યકત કરી છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે.
આ પણ વાચો : વાવાઝોડાની સિઝન શરૂ, ગુજરાત સહિત દેશભરમાં વાવાઝોડા ક્યારે સક્રિય થાય છે?
હવામાન વિભાગની આગાહી
Ambalal Patel new forecast : IMD અનુસાર, મે મહિનામાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવી શકે છે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી નાખશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની ધારણા છે.
આ પણ વાચો : 7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી, વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકશે!
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ
તંત્ર દ્વારા બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન જાહેર કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ આપવામાં આવી છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે.