Cyclone season : જૂન મહિનામાં ચોમાસુ શરૂ થતા પહેલાં વાવાઝોડાની સિઝનની શરૂઆત થતી હોય છે. ઉનાળાની ભારે ગરમીની સાથે સાથે ચોમાસા પહેલાં ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાં સક્રિય થતા હોય છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાં સક્રિય થાય છે. આ વાવાઝોડાની અસર ભારતના દરિયાકિનારાના પ્રદેશોમાં જોવા મળતી હોય છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માર્ચથી જૂન અને ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન વાવાઝોડાં સક્રિય થતાં હોય છે. ચોમાસા દરમિયાન ખાસ કરી વાવાઝોડાં સર્જાતાં નથી. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતના વિસ્તારોને થવાની સંભાવના રહેલી હોય છે. તૌકતે અને બિપરજોય એમ છેલ્લાં બે વાવાઝોડાંએ ગુજરાતના અનેક વિસ્તારોને ભારે નુક્સાન કર્યું હતું.
આ પણ વાચો : 7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી, વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકશે!
અરબી સમુદ્રમાં વધારે વાવાઝોડાં ક્યારે સક્રિય થાય છે?
ચોમાસા પહેલાં એપ્રિલ કરતા મે મહિનામાં ખૂબ જ સિસ્ટમ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડાં સક્રિય થવાની શક્યતા હોય છે. એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સક્રિય થતાં હોય છે. આ બંગાળની ખાડીમાં સક્રિય થતા વાવાઝોડાં મ્યાનમાર અને બાંગ્લાદેશને સૌથી વધારે અસર કરતાં હોય છે. તે ભારતના દરિયાકિનારે ભાગ્યે જ ત્રાટકતા હોય છે.
આ પણ વાચો : ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી જાહેર
મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વધારે વાવાઝોડાં સક્રિય થવાની શક્યતા હોય છે. મે મહિનામાં સક્રિય થતા વાવાઝોડાં સામાન્ય રીતે ઓમાન, યમન અને સોમાલિયાના દરિયાકાંઠા તરફ વળી જતાં હોય છે. ભાગ્યે જ કોઈ વાવાઝોડું ગુજરાતના તરફ આવતું હોય છે.
જૂન મહિનામાં અરબી સમુદ્ર સૌથી વધારે સક્રિય રહે છે.
Cyclone season : જૂન મહિનામાં બંગાળની ખાડી કરતાં વધારે વાવાઝોડાં અરબી સમુદ્રમાં સક્રિય થતા હોય છે. આ મહિનામાં સક્રિય થતાં વાવાઝોડાં ઘણી વખત ગુજરાત તરફ ત્રાટકતા હોય છે. જ્યારે કેટલીક વખત ઓમાન, યમન તરફ વળી જતાં હોય છે.
વાવાઝોડું સક્રિય થશે?
1 મેના રોજ ભારતના હવામાન વિભાગે કહ્યું હતું કે આબોહવાશાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે મે મહિનામાં વાવાઝોડાં સક્રિય થતા હોય છે. સાથે જણાવ્યું કે, આવનારા બે અઠવાડિયાં સુધી ભારતના દરિયામાં કોઈ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતા દેખાતી નથી. દર અઠવાડિયે હવામાન વિભાગ વાવાઝોડા અંગે રિપોર્ટ જાહેર કરે છે.
આ પણ વાચો : 6 થી 8 તારીખમાં વરસાદ થશે? વારંવાર કાળી આંધી આવશે: અંબાલાલની આગાહી
ચોમાસા પહેલાંની વાવાઝોડાની સિઝનમાં એપ્રિલ કરતાં મે મહિનામાં ઉત્તર હિંદ મહાસાગરમાં વધારે વાવાઝોડાં સક્રિય
થાય છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસા પહેલાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સક્રિય થયા હોય છે. છેલ્લાં 5 વર્ષમાં ભારતના દરિયામાં એપ્રિલ મહિનામાં એક પણ વાવાઝોડું (Cyclone) સક્રિય થયું નથી. 2019માં બંગાળની ખાડીમાં 26 એપ્રિલના રોજ ફણી નામનું વાવાઝોડું સક્રિય થયું હતું.
આ વાવાઝોડું ઘણા દિવસ સુધી દરિયાયી પટમાં રહ્યું હતું અને 3 મેના રોજ તે ઓડિશાના દરિયાકિનારે ત્રાટક્યું હતું. જે બાદ 2020થી આ વર્ષ સુધી એક પણ વાવાઝોડું એપ્રિલ મહિનામાં સક્રિય થયું નથી.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ચોમાસા પહેલાં એપ્રિલ કરતા મે મહિનામાં ખૂબ જ સિસ્ટમ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડાં સક્રિય થવાની શક્યતા હોય છે. એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સક્રિય થતાં હોય છે.