ઓગસ્ટ કોરો ધાકોર રહ્યો! હવે મજબૂત વહન ગુજરાતને ફાયદો કરાવશે તેવી અંબાલાલ પટેલની આગાહી – Ambalal Patel prediction

WhatsApp Group Join Now

ઓગસ્ટ કોરો ધાકોર રહ્યો! હવે મજબૂત વહન ગુજરાતને ફાયદો કરાવશે તેવી અંબાલાલ પટેલની આગાહી – Ambalal Patel prediction

રાજ્યમાં ઓગસ્ટ મહિના દરમિયાન મેઘરાજાએ સંતાકૂકડી રમ્યા બાદ હવે ગુજરાતને ફરી એકવાર તરબોળ કરે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના મધ્યમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે તેવી આગાહી કરીને કૂવા અને બોર છલકાવાની વાત કરી હતી. હવે અંબાલાલ પટેલે જબરજસ્ત વહન બનવાની અને ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, આ સંભાવનાઓ સાચી ઠરે તેવી પ્રાર્થનાઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. કારણે ઓગસ્ટ મહિનો લગભગ કોરો ધાકોર રહ્યા બાદ હવે કૂવા અને બોરના પાણીના સ્તર નીચા જઈ રહ્યા છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અને વરસાદ અંગેની સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર પર ભારે અને ગજબની સિસ્ટમ બની રહી છે, જેના તારીખ 4થી 10 સપ્ટેમ્બરમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે. અંબાલાલ દ્વારા જે સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે તે ગુજરાતને ધમરોશે કે કેમ તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલે આ સિસ્ટમ સક્રિય થવાથી 4થી 6-7 સપ્ટેમ્બર દરમિયાન ઓરિસા, ઝારખંડ સહિત દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હોવાનું અનુમાન કર્યું છે. આ ભારે ભરખમ સિસ્ટમના કારણે કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતાઓ હોવાની પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી રહી છે.

આ સિસ્ટમના કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવના અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. સપ્ટેમ્બરની શરુઆત તથા 7-10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમનું નિર્માણ થવાની આગાહી કરીને વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અરબી સમુદ્રની સિસ્ટમ અંગે વાત કરીને જણાવે છે કે, અરબી સમુદ્રમાં 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમ બની શકે છે, આ બે સિસ્ટમ (બંગાળના ઉપસાગરની અને અરબી સમુદ્ર)ના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોની સાથે ગુજરાત સાથે જોડાયેલા ભાગોમાં વરસાદ થઈ શકે છે.

વરસાદી સિસ્ટમથી રાજ્યના કચ્છના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બરની મધ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ દરમિયાન પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે, જેની સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. આ સાથે મુંબઈના ભાગોમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે

આ વરસાદી વહનને ભારે ભરખમ ગણાવીને દેશના પૂર્વ ભાગોમાં ખબર લઈ નાખે તેવું હોવાની સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે આ સાથે એ પણ જણાવ્યું કે હજુ વરસાદ ગયો નથી પરંતુ ચોમાસું મોડું પડ્યું છે. હવે આ ચોમાસું મોડે-મોડે પણ વરસાદ લઈને આવી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ખેડૂતો ઓછા વરસાદના કારણે ચિંતિત બની રહ્યા છે.

નોંધનીય છે કે પરેશ ગોસ્વામીએ પણ તારીખો સાથે સારા વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓ જણાવે છે કે, 16 લઈને 22-23 સપ્ટેમ્બરનું વરસાદનું જે સેશન હશે તેમાં એટલો વરસાદ પડશે કે પાણીની જે ઘટ આવી છે તે પૂર્ણ થઈ શકે છે. કૂવા અને બોરના જે તળ નીચા ગયા છે તેને ફરી છલકાવી દેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment