અંબાલાલની આગાહી: ગુજરાતમાં આજથી મેઘરાજાનું આગમન, આ તારીખથી રાજ્યમાં વધશે ગરમી – Ambalal Forecast

WhatsApp Group Join Now

અંબાલાલની આગાહી: ગુજરાતમાં આજથી મેઘરાજાનું આગમન, આ તારીખથી રાજ્યમાં વધશે ગરમી – Ambalal Forecast Arrival of Meghraja in Gujarat from today

આ ૫ણ વાચો: મઘા નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળા ઘેરાયાં છે. આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી, જોકે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

રાજ્યમાં આ તારીખથી વધશે ગરમીઃ અંબાલાલ પટેલ 

તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 25થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે.

આ ૫ણ વાચો: આ કારણોના લીધે ગુજરાતમાંથી વરસાદ ખેંચાયો! હવે આગામી દિવસોમાં શું થશે?

નાગરિકો અનુભવી રહ્યા છે હળવાશ

અત્યારે તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે છે, પરંતુ તેમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. આ વરસાદી ઝાપટાંથી થોડા ઘણા અંશે રોડ ભીંજાઈ જાય છે. જોકે વરસાદ પડતો ન હોઈ એક પ્રકારે નાગરિકો હળવાશ અનુભવી રહ્યા છે. વરસાદે વિરામ લીધો હોઈ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથના ભાવિક ભક્તો શિવાલયમાં જઈને તેમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તો શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અત્યારે પણ શિવાલયો સવારથી હર હર મહાદેવના નારાથી ગૂંજી રહ્યા છે.

આજે આ વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ 

રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં પડ્યો 713.63 મિમિ વરસાદ 

રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન કંટ્રોલનાં સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 713.63 મિ.મિ. વરસાદ પડી ચૂક્યો છે, જે વરસાદની 81.41 ટકાવારી છે. અત્યારે તો કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાંથી વરસાદ ગાયબ થયો છે. ઓગસ્ટ મહિનામાં તો ભારે વરસાદ ક્યાંય પડ્યો નથી. ફક્ત ઝરમરિયા વરસાદ કે એક-દોઢ ઇંચ વરસાદથી લોકોએ સંતોષ માનવો પડે છે. જોકે ચાલુ ચોમાસાની સિઝનમાં કચ્છ 136.19 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરાના સ્થાને છે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં 110.02 ટકા વરસાદ નોંધાયો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment