માઘ નક્ષત્ર સાવ સૂકું જશે? અંબાલાલ પટેલની આગાહી, હવામાન વિભાગે જણાવ્યું ક્યાં કેવો વરસાદ પડશે – Magha Nakshatra will go completely dry Ambalal Patel

WhatsApp Group Join Now

માઘ નક્ષત્ર સાવ સૂકું જશે? અંબાલાલ પટેલની આગાહી, હવામાન વિભાગે જણાવ્યું ક્યાં કેવો વરસાદ પડશે – Magha Nakshatra will go completely dry Ambalal Patel

માઘ નક્ષત્ર : અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. તેના કારણે 27 ઓગસ્ટ બાદ વરસાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જેના કરને 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે.

24, 25 અને 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાન કેવું રહેવાની છે તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે, મોટાભાગે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ સાથે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાંથી વરસાદ ફરી ગાયબ થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે.

રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના હવામાન અંગેની સંભાવનાઓ વ્યક્ત કરીને બુધવારે માહિતી આપવામાં આવી હતી જેમાં મોટાભાગે હળવા વરસાદની શક્યતાઓ હોવાનું જણાવવામાં આવ્યું હતું. હવામાન કેન્દ્ર દ્વારા આજના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)માં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની સંભવાના વ્યક્ત કરી છે.

જ્યારે આજના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે કરાયેલા આગાહી મુજબ 25મી ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. આ દિવસે મોટાભાગે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ 26, 27 અને 28 દરમિયાન રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. 29મી ઓગસ્ટના રોજ પણ રાજ્યના આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા 29મી ઓગસ્ટ સુધીના રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે જેમાં ભારે વરસાદની કોઈ ચેતવણી કે એલર્ટ આપવામાં આવ્યું નથી. આ સિવાય માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. દક્ષિણ ભાગમાં વરસાદનું કારણ જણાવતા હવામાન વિભાગે અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સિસ્ટમની અસર હોવાનું જણાવ્યું છે.

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment