30 માર્ચથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel : ગુજરાતમાં ઉતર પશ્ચિમ ઉતરના પવનો ફૂંકાઇ રહ્યા છે અને આગામી 5 દિવસ તો વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. તાપમાન પણ યાથવત રહેવાની આગાહી કરાઈ છે. અમુક વિસ્તારમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને દેશના ઉતરિય પર્વતિય વિસ્તારોમાં હિમ વર્ષા થવાની શક્યતા વ્યક્ત કરી છે. આંધી વંટોળ અને ભારે પવનનુ જોર રહેવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની હવામાનમાં પલટાની આગાહી – Ambalal Patel

રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનુ પ્રમાણ વધવાની શકયતા દેખાઈ રહી છે. જેમા વડોદરાના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં 40 ડિગ્રી થી 41 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. સાંબરકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં 40 ડિગ્રી થી 41 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની સંભાવના છે. જ્યારે કચ્છમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : ચક્રવાત, તોફાનો, આંધી-વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ, અંબાલાલ પટેલનો હોળીની જાળ પરથી વરતારો

Ambalal Patel : ગુજરાતના ભાગોમાં કાલથી ગરમીનો પારો ઉપર ચઢશે અને એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. આવતીકાલથી રાજ્યના મોટા ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેમા ઉતર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. 28 માર્ચ થી 29 માર્ચના ગરમી અને પવનની શક્યતા છે. 30 માર્ચ થી 31 માર્ચના ફરી પલટો આવવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્તા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ વાદળો આવવાની શકયતા છે.

આ પણ વાંચો : ગઈ કાલની હોળી પરથી અંબાલાલ પટેલની ભયંકર આગાહી

એપ્રિલ મહિનામાં કેવું વાતાવરણ રહેશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે, 1 એપ્રિલ થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને 5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા પણ છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડના વિસ્તારોમાં પ્રી મોનસુન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : પરેશ ગોસ્વામીએ બે દિવસ પછી ભયંકર ગરમીની આગાહી કરી

આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ છે કે, 6 એપ્રિલ થી 8 એપ્રિલમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને રાજ્યના કોઈ કોઈ ભાગોમાં આંધી વંટોળ અને પવનની શક્તા રહેલી છે. એટલે કે ફાગણવદમાં રાજ્યના ભાગોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે. જેમાં આંધી વંટોળ પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરુ થવાની શક્યતા છે.

Ambalal Patel

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
એપ્રીલ મહીનામાં ગુજરાતનું વાતાવરણ કેવુ રહેશે?

1 એપ્રિલ થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને 5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment