“આ 2024નું વર્ષ 16 આની!” હોળીની ઝાળ પરથી પરેશ ગોસ્વામીએ કર્યો વરતારો

WhatsApp Group Join Now

paresh goswami predicts : આજના સમયમાં પણ દેશી વિજ્ઞાનના આઘારે હવામાનને લઈને કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે. જેમાં હોળીના પવન પરથી વરતારો કરીને આગામી વર્ષનું હવામાન અને ખાસ કરીને ચોમાસું કેવું રહી શકે છે તે અંગેનો વરતારો કરવામાં આવે છે. હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા પણ હોળીના પવનને આધારે ચોમાસું કેવું રહેશે તે જણાવ્યું છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની હોળીના પવન પરથી વરતારો

ખેડૂત મિત્રો પાસેથી અલગ-અલગ જગ્યાએ થયેલી હોળીના ઝાળ ની માહિતી મેળવીને પરેશ ગોસ્વામીએ વર્ષ 2024નું ચોમાસું બહુ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાચોં : 30 માર્ચથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

પરેશ ગોસ્વામીએ હોળીના ઝાળ પરથી ચોમાસું બહું સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હોળીની ઝાળ ઈસાન ખુણામાં જાય તો 16 આની વર્ષ થાય, પૂર્વ દિશામાં હોળીની ઝાળ જાય તો 12 આની વર્ષ થાય, ઉત્તર દિશામાં જાય તો પણ સારું વર્ષ રહે. આ ત્રણ સિવાયની બીજી દિશામાં જાય તો વર્ષ નબળું રહેવાના સંકેત આપે છે અને કેટલીક આફતો લઈને આવતું હોય છે.

આ 2024નું વર્ષ કેવું રહેશે?

paresh goswami predicts : પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, મારી પાસે જે વિવિધ વિસ્તારનો ડેટા આવ્યો છે તે પ્રમાણે મોટાભાગે હોળીનો પવન ઈસાન ખુણાનો જોવા મળ્યો હતો, એટલે એવું માની શકાય કે 60 થી 70 ટકા વિસ્તાર એવો છે જ્યાં 16 આની વર્ષ ની શક્યતા છે. એટલે વર્ષ 2024નું 16 આની થાય તેવું પ્રાથમિક અનુમાન લગાવીએ છીએ.

આ પણ વાચોં : ગઈ કાલની હોળી પરથી અંબાલાલ પટેલની ભયંકર આગાહી

કેટલાક વિસ્તારમાં હોળીનો પવન પૂર્વ દિશાનો જોવા મળ્યો હતો, આમ હોળીનો પવન રહે તો પણ વર્ષ સારું રહેતું હોય છે. 12 આની વર્ષ એટલે ખેડૂતો માટે ખુબ સારું માનવામાં આવે છે. જોકે વધુ વિસ્તાર એવા છે કે, જ્યાં હોળીની જાળ ઈસાન ખુણામાં ફુકાઇ છે.

આ પણ વાચોં : ચક્રવાત, તોફાનો, આંધી-વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ, અંબાલાલ પટેલનો હોળીની જાળ પરથી વરતારો

પરેશ ગોસ્વામીએ વધુમાં કહ્યું કે, આ દેશી વિજ્ઞાનને આધારિત માહિતી છે. હોળીનો પવન સહિત અન્ય સંકેતો પણ 2024નું ચોમાસું સારું રહેવાના સંકેતો જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલ દ્વારા પણ હોળીની જ્વાળાઓ પરથી ગુજરાતના હવામાનનો વરતારો કર્યો છે. જેમાં તેમણે પણ ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આ 2024નું વર્ષ કેવું રહેશે?

60 થી 70 ટકા વિસ્તાર એવો છે જ્યાં 16 આની વર્ષ ની શક્યતા છે. એટલે વર્ષ 2024નું 16 આની થાય તેવું પ્રાથમિક અનુમાન લગાવીએ છીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment