Ambalal Patel: બાકી સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાની મહેર રહેશે કે કહેર? અંબાલાલ પટેલની આગાહી
જૂન અને જુલાઇમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓગસ્ટમાં તો ઘણો જ ઓછો વરસાદ વરસ્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં મેધરાજાની પધરામણી થઇ અને હવે બે દિવસથી ફરી વરસાદ નહીવત જેવો થઇ ગયો છે. જોકે, આગાહીકારોનું માનીએ તો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, 13થી 14 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે.
Ambalal Patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, 13થી 14 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. આ લો પ્રેશર મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં વરસાદ થશે અને સરદાર સરોવરમાં પાણી આવશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 19 અને 20 સપ્ટેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે. તેમજ 22 સપ્ટેમ્બરમાં પણ એક સિસ્ટમ બનશે. 21થી 23 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 27થી 28 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહેશે.
આગળ જણાવતા અંબાલાલ પટેલે કહ્યુ કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના ભારે પવન ફૂંકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
આ સાથે અંબાલાલે જગતના તાત સાથે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે, પાછોતરો વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાન થાય. કારણ કે નવરાત્રી પછી ચોમાસું પાક તૈયાર થઈ નીકાળવાની તૈયારીઓ ચાલતી હોય છે. મગફળી લેવાઈ ન હોય તો વરસાદના કારણે ઉગી જાય છે કાઢેલા પાકમાં જીવાત પડે શકે છે.
ખેડૂતો માટે ખાસ જણાવતા કહ્યુ કે, વતાવરણની અસર કૃષિ પાક પર થતી હોય છે. વાતાવરણ સાનુકુળ ન હોય ત્યારે કૃષિ પાકમાં જીવાત પડતી હોય છે. કપાડ પાકમાં વરસાદના કારણે ફુલ ભમરી ખરી જાય. મકાઈ બાજરી પાકમાં પરાગરજ ધોવાઈ જવાના કારણે ડોડોમાં દાણા ન ભરાય. શાકભાજીના પાકમાં કહોવારો લાગે. ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્વવ વધે.
ડાંગરના પાકમાં માંડા આવે અને મગફળી પાકમાં ટીક્કાનો રોગ આવે તેમજ જીવાણુ થતા સુકારાનો રોગ આવે. જો કે શરદ ઋતુ રોગોની ઋતુ કહેવાય છે. કૃષિ પાક સાથે જન સમુદાયે અને પશુઓના સ્વાસ્થયની કાળજી રાખવી જોઈએ.
Ambalal Patel: Meghraja’s mahar will remain in the month of September or Kehar? Predictions of Ambalal Patel
In June and July, Medharaja batted with a bang. After which there was very little rain in August. Then in September, Medhraja’s visit took place and now for two days the rain has become almost non-existent. However, if the forecasters are to be believed, there may be good rains in September.
Weather expert Ambalal Patel has predicted rain in September and said that on September 13 to 14, a low pressure will form in the Bay of Bengal. Which will become stronger on 16 and 17 September. There will be a possibility of coming towards Gujarat via Madhya Pradesh.
Weather expert Ambalal Patel predicted that a low pressure will form in the Bay of Bengal on September 13 to 14. Which will become stronger on 16 and 17 September. This low pressure is likely to come towards Gujarat from Madhya Pradesh.
Rain will occur in Madhya Pradesh and Sardar lake will get water. Along with this, he also informed that there will be cloudy weather on September 19 and 20. 18 to 20 September will also rain. Also, a system will be created on September 22. There will be a possibility of rain in South Gujarat from September 21 to 23. On September 27-28, there will be rain showers over coastal parts of Saurashtra and parts of Kutch will also experience rain showers.
Stating further, Ambalal Patel said that there will be rain in the month of September and there is a possibility of rain in the month of October as well. Between September 27 and October 5, there will be a possibility of rain in some parts of Gujarat. Heavy winds will blow on October 17 and the weather will remain cloudy during Navratri.
Along with this, Ambalal has also predicted the fate of the world. He said that if there is repeated rain, the agricultural crops will be damaged. Because after Navratri,
the monsoon crops are ready and the preparations are going on. If groundnuts are not harvested, they grow due to rain and may get pests in harvested crops.