ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે, અંબાબાલ પટેલની નવી આગાહી – Another rain round

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે, અંબાબાલ પટેલની નવી આગાહી – Another rain round of rain is coming in Gujarat

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. જલદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ બનતા વરસાદી ઝાપટા વધશે. 13 અને 14 ઓગસ્ટમાં ક્રમશ વરસાદી ઝાપટામાં વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં હળવા અને ભારે ઝાપટા રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. આ ઝાપટા 15 સુધીમાં રાજ્યના વિવિધ રાજ્યોમાં પડશે. 16-17-18 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી એવી છે કે, આગામી 4 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં એકથી 2 જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન તરફ સરક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યૂલેશનના કારણે સામાન્ય વરસાદ આવી શકે છે.

આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજાએ શરૂઆતથી ગુજરાતની ચારેય દિશામાં ધોધમારથી લઈને સાંબેલાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હાલ રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ એક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન તરફ છે જેને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment