એપ્રિલ મહિનામાં કપાસનો ભાવ 2000ની સપાટીએ પહોંચશે?

કપાસ વાયદા : કપાસ બજાર થાક ખાતી હોય એવું લાગી રહ્યું છે. કોટન માર્કેટની આધારભૂત વિગતો મુજબ ગત વર્ષે આ સમયે 200 લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં ઠલવાઇ ચૂક્યો હતો, તેની સામે ચાલું વર્ષે ખેડૂતોની વેચવાલી સતત શરૂ રહેતા અત્યાર સુધીમાં 277 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં ઠલવાઇ ચૂક્યો છે. એ રીતે ગત વર્ષે 9 લાખ ગાંસડી નિકાસ સામે ચાલું વર્ષે 21 લાખ ગાંસડી રૂની નિકાસ થઇ ચૂકી છે. નિકાસમાં પેરીટી ન હોવાથી નિકાસ ધીમી પડી ગઇ છે. આ સિઝનમાં ન્યુયોર્ક વાયદો 103 સેન્ટ જોવા મળ્યો હતો, તે ફરી ઘટીને 90 સેન્ટની સપાટીએ પહોંચી ગયો છે.

જીરુના ભાવ

ગત 2 મહિનામાં બજાર તેજ-તરાર રહી

ફેબ્રુઆરી મહિનામાં કોટન બજાર તેજ-તરાર ગતિએ આગળ વધી હતી, પરંતુ માર્ચમાં ફરી સુધરેલી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. કોટન બજાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન ભાવમાં લાંબી વધ-ઘટ થવાની જગ્યા દેખાતી નથી. કપાસની વિદેશી બજાર પણ તૂટેલી છે. આપણે ત્યાં ગત વર્ષની તુલનાએ કપાસનો પાક ઓછો હોવા છતાં નિકાસ પેરીટી ન બેસતાં હાલ નિકાસને બ્રેક લાગી છે.

આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજરોના ભાવ

ફેબ્રુઆરી મહિનામાં કોટન બજાર તેજ-તરાર ગતિએ આગળ વધી હતી, પરંતુ માર્ચમાં ફરી સુધરેલી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. કોટન બજાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ વર્તમાન ભાવમાં લાંબી વધ-ઘટ થવાની જગ્યા દેખાતી નથી. કપાસની વિદેશી બજાર પણ તૂટેલી છે. આપણે ત્યાં ગત વર્ષની તુલનાએ કપાસનો પાક ઓછો હોવા છતાં નિકાસ પેરીટી ન બેસતાં હાલ નિકાસને બ્રેક લાગી છે.

આગામી ચોમાસે નવો કપાસ વવાઇને ખેડૂત એની ખીદમત કર્યાં પછી બજારમાં લાવવાને 6 મહિનાનો સમય છે. આજની તારીકે મોટુ મન રાખીને કહીએ કે 280 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ ઢલવાઇ ગયો છે, તો 40 થી 45 લાખ ગાંસડી રૂ બને એટલા કપાસમાં આપણે 6 મહિનાનો સમય કાઢવાનો છે. ગત વર્ષે આ સમયે 200 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં આવ્યો હતો.

આ પણ વાચો : આજે ઘઉંમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ભાવ

એપ્રિલમાં કપાસમાં તેજી આવશે?

કપાસ વાયદા : આપણે ત્યાં જે ખેડૂતનાં ઘરમાં કપાસ સચવાઇને પડ્યો છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઇ રહ્યાં છે, પરંતુ બજાર સુધરે એવા હાલમાં કોઇ ચાન્સ દેખાતા નથી. કોટન યાર્ન અને કાપડની ડિમાન્ડ જોઇએ એવી જોર કરતી નથી. કપાસની વર્તમાન બજારે દોરામાં પેરેટી બેસવી અઘરી હોવાનું યાર્ન યુનિટો કહી રહ્યાં છે. યાર્નમાં જરૂરિયાત મુજબની લેવાલી રહે છે. કપાસ માર્કેટને સપોર્ટ કરતાં પરિબળો દેખાતા નથી.

આ પણ વાચો : કપાસના ભાવ 2000ની સ૫ાાટીએ? જાણો આજના બજાર ભાવ

છેલ્લા સપ્તાહથી ખેડૂતોને આગામી ખરીફ સિઝને કપાસ વધુ કે મગફળી વધું વાવવાનો સવાલ પુછવામાં આવ્યો, તો ખેડૂતો પણ માથું ખંજવાળતાં બંને પાકની બજારમાં દમ ન હોવાથી કંઇ નક્કી કરી શકતા નથી. આમ ખરીફ વાવેતરમાં કપાસનું જોર રહેશે કે મગફળીનું એ નક્કી થતું નથી.

માર્ચ એન્ડીંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઇનો માહોલ છવાયો છે. હાલ દરરોજ 70 હજાર ગાંસડી રૂ બને એટલાં કપાસની આવકો છે, તે વેકેશન ખુલ્યા પછી એપ્રિલ મહિનામાં વધીને 80 હજાર થી 90 હજાર ગાંસડી રૂ બની શકે એટલા કપાસની આવકો થવાની ધારણા બજાર વર્તુળોમાં છે.

કપાસ વાયદા

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
એપ્રિલમાં કપાસમાં તેજી આવશે?

આપણે ત્યાં જે ખેડૂતનાં ઘરમાં કપાસ સચવાઇને પડ્યો છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઇ રહ્યાં છે, પરંતુ બજાર સુધરે એવા હાલમાં કોઇ ચાન્સ દેખાતા નથી. કોટન યાર્ન અને કાપડની ડિમાન્ડ જોઇએ એવી જોર કરતી નથી. કપાસની વર્તમાન બજારે દોરામાં પેરેટી બેસવી અઘરી હોવાનું યાર્ન યુનિટો કહી રહ્યાં છે. યાર્નમાં જરૂરિયાત મુજબની લેવાલી રહે છે. કપાસ માર્કેટને સપોર્ટ કરતાં પરિબળો દેખાતા નથી.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment