ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી: જાણો એપ્રિલ મહિનાની આગાહી

WhatsApp Group Join Now

વરસાદની આગાહી : આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત આવે તેવી શક્યતા નથી. ઊલટાનું ગરમીની પારો વધુ વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચવાની શક્યતા છે. આજ સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના શક્યતા છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા જણાય રહી છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા અને એકથી બે ડિગ્રીનો વધારો તહાવની આગાહી છે.

Paresh Goswami

હજુ તો માર્ચ મહિનામાં જ આવી સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠશે. ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાચો : 30 અને 31 માર્ચે વરસાદની આગાહી, હવામાન વિભાગે કર્યું એલર્ટ જાહેર

અંબાલાલ પટેલની નવી આગાહી

હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી જાહેર કરી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ તેમણે અનુમાન જાહેર કર્યું કે, સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો જોવા મળ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે આ વર્ષ સારું રહેવાની આશા વ્યક્ત કરી છે.

આ પણ વાચો : 28 થી 31 માર્ચમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

જોકે, આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરી છે જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળી શકે છે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાકો પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. ઓગસ્ટથી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહવાની શક્યતા, વાયુનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી જોવા મળી રહ્યા છે. તેને કારણે ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છના અને ખંભાતના અખાતમાં પણ ગરમ પવનો ફૂંકાતા રહેશે. જેની ઝડપ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સ અપ્રોચ કરી રહ્યું છે તેને કારણે આગામી ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે.

વરસાદની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલની નવી આગાહી

અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. ઓગસ્ટથી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહવાની શક્યતા, વાયુનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment