30 અને 31 માર્ચે વરસાદની આગાહી, હવામાન વિભાગે કર્યું એલર્ટ જાહેર

WhatsApp Group Join Now

Forecast of rain : ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ સાનુકૂળ રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ અને વીજળી સાથે છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આ પછી હવામાન માં પલટો આવશે અને ગરમીનો પરો ઉચો આવશે.

Paresh Goswami

30 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 30 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદની શક્યતા રહેલી છે. ઉપરાંત, અરુણાચલ પ્રદેશ. આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં 31 માર્ચ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. વધુમાં કહ્યું છે કે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 30 અને 31 માર્ચે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન : કેવું રહેશે ચોમાસું, ક્યાં પડશે વધારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનમાં હવામાનની સ્થિતિ પર અસર જોવા મળશે. અન્ય એક પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલય પ્રદેશમાં હવામાનની સ્થિતિને અસર કરશે. આ કારણે 31 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે.

આ પણ વાચો : 28 થી 31 માર્ચમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

માર્ચના અંતમાં હિમવર્ષા

Forecast of rain : માર્ચ મહિનામાં પણ અમુક વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેશે. બુધવારે ધારચુલા અને મુન્સિયારીના ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં તાજી હિમવર્ષા જોવા મળી હતી. ઘણી જગ્યાએ બે ફૂટ સુધી બરફ જમા થયો હતો. કાલે પંચાચુલી,હસલિંગ, ચિપલકેદાર, રાજરંભા, મિલમ, બગડિયાર સહિત મુનસિયારીના ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ હતી. હિમાલયના ઊંચા વિસ્તારોમાં નિયમિત અંતરે હિમવર્ષા જોવા મળી રહી છે.

Forecast of rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વરસાદની આગાહી

આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 30 માર્ચથી 2 એપ્રિલ સુધી વરસાદની શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment