ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન : કેવું રહેશે ચોમાસું, ક્યાં પડશે વધારે વરસાદ?

WhatsApp Group Join Now

First forecast of Monsoon : ભારતમાં આગામી બે મહિના બાદ શરૂ થનારા ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન APECC (એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ) સેન્ટરે જાહેર કર્યું છે.

ગુજરાત સહિત દેશમાં બે મહિના બાદ એટલે કે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. એ પહેલાં ભારતીય હવામાન વિભાગ પણ ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરશે.

Paresh Goswami

ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન આશરે વર્ષના કુલ 70 ટકા જેટલો વરસાદ થતો હોય છે અને ખરીફ તથા રવી પાકની સિઝન ચોમાસાના આ ચાર મહિના પર આધારિત હોય છે.

એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉર્પોરેશન ક્લાઇમેટ સેન્ટરે સમગ્ર વિશ્વમાં એપ્રીલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બરમાં વરસાદ કેવો પડશે તેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

આ પણ વાચો : 28 થી 31 માર્ચમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ચોમાસુ 2024નું નવું પૂર્વાનુમાન

હાલના નવા પૂર્વાનુમાન મુજબ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું અલ નીનો જૂન મહિનો આવતા સુધીમાં નબળું પડવાની શક્યતા અને લા નીનાની સ્થિતિની શરૂઆત થઈ જશે.

આગામી ચોમાસું કેવું રહેશે, પૂર્વાનુમાનમાં શું છે?

એશિયા પૅસિફિક ઇકૉનોમિક કૉઓપરેશન ક્લાઇમેટ સેન્ટરે જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે કે જૂન મહિના પછી બાકીના ત્રણ મહિનામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને મધ્ય તથા પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે.

એપીઈસીસીએ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટેના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે પૂર્વ આફ્રિકાથી અરબી સમુદ્ર, ભારત, બંગાળની ખાડી અને ઇન્ડોનેશિયા, કેરેબિયન સમુદ્ર, ઉષ્ણકટિબંધીય ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા વધારે છે.

આ પણ વાચો : રમણિકભાઇ વામજાની આગાહી : 2024નું ચોમાસું ટનાટન, 107 ટકા વરસાદનું અનુમાન

એપીઈસીસીએ પૂર્વાનુમાનનો એક નક્શો પણ જારી કર્યો છે, તે મુજબ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે. જ્યારે પશ્ચિમ ભારત અને અરબી સમુદ્રના વિસ્તારોમાં થોડા વધારે વરસાદની શક્યતા છે. આ પૂર્વાનુમાન મુજબ અને નક્શામાં આપેલી માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં પણ આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની ધારણા છે.

ભારતના ચોમાસા પર અલ નીનોની અસર પડશે?

2023નું વર્ષ સમગ્ર દુનિયામાં ગરમ જોવા મળ્યું અને તેનું એક કારણ પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી અલ નીનોની સ્થિતિ પણ હતી. ભારતમાં 2023ના ચોમાસા પર પણ અલ નીનોની અસર જોવા મળી હતી અને ઑગસ્ટ તથા સપ્ટેમ્બરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા ખૂબ ઓછો વરસાદ પડ્યો હતો.

આ પણ વાચો : આગામી બે દિવસ ભયંકર રહેશે! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી આગાહી

25 માર્ચના રોજ ક્લાઇમેટ પ્રીડિક્શન સેન્ટરે અલ નીનોની અપડેટ જાહેર કરી છે અને તેમાં કહ્યું છે કે એપ્રીલથી જૂન મહિનાની વચ્ચે અલ નીનોની સ્થિતિ નબળી પડીને ન્યૂટ્રલમાં ફેરવાઈ જવાની શક્યતા છે.

ઉપરાંત 62 ટકા એવી શક્યતા છે કે જૂનથી ઑગસ્ટ દરમિયાન લા નીનાની સ્થિતિ જોવા મળી શકે છે. આ મહિનાઓ દરમિયાન ભારતમાં ચોમાસું શરૂ હશે.

પ્રશાંત મહાસાગરમાં જ્યારે અલ નીનો હોય ત્યારે ભારતના ચોમાસા પર તેની પ્રતિકૂળ અસર જોવા મળે અને સામાન્ય રીતે વરસાદ ઓછો પડતો હોય છે. જ્યારે લા નીના હોય છે ત્યારે ભારતમાં ચોમાસું સારું જોવા મળતું હોય છે અને વરસાદ વધારે વરસતો હોય છે.

આ પણ વાચો : “આ 2024નું વર્ષ 16 આની!” હોળીની ઝાળ પરથી પરેશ ગોસ્વામીએ કર્યો વરતારો

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

First forecast of Monsoon : ભારતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનના રોજ જોવા મળતી હોય છે અને કેરળમાંથી ચોમાસું દેશ પરથી આગળ વધવાનું શરૂ કરે છે. કેરળથી શરૂ થયેલું ચોમાસું ગુજરાત સુધી પહોંચતા લગભગ 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે.

2023માં દેશમાં ચોમાસાની શરૂઆત આઠ દિવસ મોડી જોવા મળી હતી, એટલે કે 8 જૂનના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ હતી. 2023નું ચોમાસું 10 દિવસ મોડું બેઠું હતું અને 25 જૂનના રોજ તે ગુજરાતમાં પહોંચ્યું હતું. જોકે, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળ્યો હતો.

આ પણ વાચો : 30 માર્ચથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આ વર્ષ સ્થિતિ સામાન્ય રહી તો ગુજરાતમાં 15 જૂનની આસપાસ જ ચોમાસાની શરૂઆત (First forecast of Monsoon) થાય તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ તેની આગાહી કે પૂર્વાનુમાન આટલું વહેલું કરવું મુશ્કેલ હોય છે.

First forecast of Monsoon

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

ગુજરાતમાં 15 જૂનની આસપાસ જ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment