આગામી બે દિવસ ભયંકર રહેશે! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી આગાહી

WhatsApp Group Join Now

Ambalal and Paresh Goswami : હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફુુકાય રહ્યા છે. ગઈકાલે ગુજરાતના 12 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી અને પાર રહ્યો હતો. જેમાં ભુજ 41.6 ડિગ્રી તાપમાન સાથે ગુજરાત જ નહીં પરંતુ દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ત્યારે આજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં પાચ દિવસ સુધી દીવ, દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી. પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી. આ સાથે હવામાન વિભાગ જ જણાવ્યું કે, આગામી 4 દિવસ હીટવેવ ની કોઈ આગાહી કરવામાં આવી નથી.

આ પણ વાચો : “આ 2024નું વર્ષ 16 આની!” હોળીની ઝાળ પરથી પરેશ ગોસ્વામીએ કર્યો વરતારો

અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વિજ્ઞાનીક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

પરેશ ગોસ્વામી ની આગાહી

તો બીજી તરફ હવામાન પરેશ ગોસ્વામી એ 27, 28 માર્ચ ખૂબ જ ભયંકર રહેશે. આ દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે  કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની પણ શક્યતાઓ જણાવી છે. આ સાથે તેમણે આ ગાળા દરમિયાન બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે. આ સિવાય જેવો ખુલ્લા વાહનો કે ટું વ્હીલર પર ફરતા હોય તેમને કાળજી રાખવી જોઈએ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી

Ambalal and Paresh Goswami : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આ ગામે દિવસોમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ઊભા થશે અને તે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા પણ ઉભી કરશે. ભારે પવનનું જોર વધુ જોવા મળશે.

આ પણ વાચો : 30 માર્ચથી ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આજથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. જેમાં વડોદરાના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચશે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં 40 થી 41 ડિગ્રી. સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન થઈ શકે છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન નોંધવામાં આવી શકે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી. જ્યારે કચ્છમાં 40 ડિગ્રી તાપમાન થઈ શકે છે.

આ પણ વાચો : ગઈ કાલની હોળી પરથી અંબાલાલ પટેલની ભયંકર આગાહી

એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજથી ગરમીનો પારો વધશે અને એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. આજથી ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છ. જેમાં ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. 28 થી 29 માર્ચના ગરમીમાં વધારો જોવા મળશે. પવનની શક્યતા પણ રહેશે. 30 માર્ચથી 31 માર્ચમાં ફરી વાતાવરણ પલટાશે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્યતા જોવા મળી રહે છે. ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા પણ છે.

1 થી 3 એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને પાંચ એપ્રિલ સુધીમાં અરબસાગર નો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા જણાઈ રહી છે. અમુક ભાગમાં ગાંધીજી સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના વિસ્તારોમાં પ્રમોશન એક્ટિવિટી પણ જોવા મળે તેવી આગાહી આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

Ambalal and Paresh Goswami

Ambalal and Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતનું હવામાન કેવુ રહેશે?

રાજ્યમાં પાચ દિવસ સુધી દીવ, દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી. પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment