ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગની આગાહી

forecast by ambalal : રાજ્યમાં હાલ દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે લોકોને એક જ ચિંતા સતાવતી હોય છે કે આ સમયગાળામાં વાતાવરણ કેવું રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 11મી નવેમ્બર સુધીનું ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપવામાં આવી છે. આ વખતે 9મી નવેમ્બરના રોજ અગિયારસ છે. આપણા પરિવારોમાં અગિયારસથી જ દિવાળીના તહેવારો શરૂ થઇ જાય છે. તો જોઇએ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કાળીચૌદશ સુધી ગુજરાતના હવામાન અંગે કેવી આગાહી કરવામાં આવી છે.

શનિવાર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી

ગુજરાતનું કેવું રહેશે હવામાન

અમદાવાદ હવામાન વિભાગ અંગેની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય તેમ જણાવ્યુ છે. આ સાથે વાતાવરણ સુકૂં રહેશે તેવું પણ અનુમાન કર્યુ છે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલી તથા ગુજરાતના બાકી વિસ્તારોમાં હવામાન ડ્રાય રહેશે.

પરેશ ગોસ્વામીએ કરી વરસાદની આગાહી: મહિનાના વિરામ બાદ હવે 6 દિવસ સુધી ગુજરાત ઘમરોળશે મેઘરાજા, જુઓ ક્યારે

હાલ વરસાદની કોઇ સંભાવના?

હાલ વરસાદની કોઇ સંભાવના કરવામાં આવી નથી. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે.

આ સાથે અમદાવાદના હવામાન અંગે પણ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, આજે શહેરનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સે.ની આસપાસ રહેવાની શક્યતા છે. શહેરમાં આકાશ ચોખ્ખું રહેશે.

અંબાલાલ પટેલની આગાહી

forecast by ambalal : તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ પર અલનીનોની અસર જોવા મળી હતી અને હજુ પણ અલનીનોની અસર માર્ચ સુધી રહેવાની શક્યતાઓ રહેશે. હમણાં સવારે ઠંડી લાગશે અને લઘુતમ તાપમાન 22 ડીગ્રી આસપાસ રહેશે. મહત્તમ તાપમાન વધુ રહેશે. ખાસ કરીને ઘઉંના વાવેતર માટે 15 નવેમ્બરથી વાતાવરણ ઠંડુ રહે તો સારું ગણાય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment