Drumstick Farming : ભરૂચ જિલ્લાના ખેડૂતો પોતાની કોઠાસૂઝથી અવનવી ખેતી કરી સારામાં સારી આવક મેળવે છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના નીકોરા ગામમાં રહેતા ખેડૂત તુષારભાઈ પટેલે છેલ્લા 13 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ સરગવાની ખેતી કરીને સારામાં સારી આવક મેળવે છે.
તુષારભાઈ પટેલે અભ્યાસમાં FY બીકોમ અને આઈ.ટી.આઈ કર્યું છે. તુષારભાઈ એ 16 વર્ષ સુધી નોકરી પણ કરી છે. તેઓ કામના અર્થે ગલફ કન્ટ્રીમાં પણ ગયા છે. ખેડૂત તુષારભાઈ છેલ્લા દસ વર્ષથી સરગવાની ખેતી કરે છે.
સરગવાની ખેતી કરવાની પ્રેરણા તેઓએ ફુઆ પાસેથી મળી હતી. ભરૂચની પૂર્વ પટ્ટીમાં ભાગ્યે જ સરગવાની ખેતી જોવા મળે છે. તેઓએ 2.5 વીઘા જમીનમાં સરગવો તૈયાર કર્યો છે. સરગવાના પાકને તૈયાર થતાં લાગે છે 2 વર્ષથી વધારે સમય સરગવાની વાવણી બાદ સરગવાના પાકને તૈયાર થતાં 2 વર્ષ કરતાં વધુ સમય લાગે છે. ખેડૂતના ખેતરમાં ઊધઇના કારણે સરગવાના વાવેતરમાં ઘણી મુશ્કેલી પડી હતી. પોતાના કોઢાસૂઝની ખેડૂત સરગવાની ખેતી કરવામાં સફળ થયા છે.
આ જાતનું જીરું વધુ ઉત્પાદન આપે, ખેડુતો પસંદગીમાં રાખો ખાસ કાળજી
નર્મદા નદીમાં આવેલ પૂર બાદ ઘટ્યું ઉત્પાદન
આ વર્ષે ખેડૂતને સરગવાની સિંગમાં હજી વાવેતર મળ્યું નથી. બાકી દર વર્ષે શિયાળાની શરૂઆતના સમયે સરગવાના ઝાડ પર સિંગના ઝૂમખાં લાગે છે. નર્મદા નદીમાં આવેલ પૂર બાદ ખેતરમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે, એના કારણે બધું સરગવાનું ફ્લાવરીંગ નષ્ટ કરી દેતા સિંગનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થયું છે.
આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ,જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – Cotton Market Price
ઓછું પાણી અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન
Drumstick Farming : સરગવાની સીંગમાં ખેડૂતે પાણી ખૂબ ઓછું આપવું પડે છે અને એમાં મહેનત પણ ઓછી જાય છે. સરગવાની સિંગની ખેતીમાં ખેડૂતને ઓછી મહેનતે સારું ઉત્પાદન મળી રહે છે. શિયાળાની સિઝનમાં સરગવાની સીંગમાં વાવેતર વધુ આવે છે. સરગવાની સિંગ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. હાડકાના દુખાવા સહિતના રોગોમાં સરગવો સૌથી ઉત્તમ ગણવામાં આવે છે.
116 જેટલાં સરગવાના ઝાડથી સારામાં સારી આવક
ખેડૂત તુષારભાઈ પટેલના ખેતરમાં 116 જેટલા સરગવાના ઝાડ છે. તેઓ તેમાં ઈયર સહિતના ઉપદ્રવને નિયતંત્રમા રાખવા માટે ખેડૂત માઇક્રોન્યુટીન્ટ અને રાસાયણિક દવાનો છંટકાવ કરે છે. તો ફલાવરીંગ માટેનો સ્પ્રે પણ કરે છે. એક વીઘા જમીનમાંથી ખેડૂતને 150 મણ સરગવાની સિંગ મળી રહે છે. ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે બે-બે કિલોની ઝૂડી તૈયાર કરી આપે છે. શાકભાજીમાં સરગવાની ખેતી થકી ખેડૂતને સારી આવક મળી રહે છે.