Heavy forecast : આજે પણ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠામાં ગરમ અને ભેજવાળા પવન ફુકાઈ શકે છે. ત્યારે ગરમી અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.
અંબાલાલ ની મોટી આગાહી
ગરમીને લઇ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના મતે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે.
આ પણ વાચો : 26 મેથી 4 જૂનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની આગાહી
24 અને 25 તારીખમાં ભારે ગરમીની આગાહી
24 અને 25મી મેના દિવસો વધુ ગરમ પડી શકે છે. 24, 25 મેએ ઘણા વિસ્તારોમાં પારો 46 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે.
વાવાઝોડા, આંધી, વંટોળ ની આગાહી
Heavy forecast : અંબાલાલ પટેલનું વાવાઝોડા અને ચોમાસા પર અનુમાન સામે આવ્યું છે. અંબાલાલ પટેલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. આ વખતે વાવાઝોડા, આંધી, વંટોળ વધુ જોવા મળશે. 7 જૂન થી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : 26 તારીખે વાવાઝોડાની શક્યતા? અંબાલાલ પટેલે કરી નવી આગાહી
7 જૂન આસપાસ સમુદ્રમાં કરંટ જોવા મળી શકે છે. 18 થી 25 જૂન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જૂનમાં ફરી આંધી, વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાચા મકાનોના છાપરાં ઉડે તેવો પવન ફૂંકાઇ શકે છે. ગાજવીજ, આંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો કયા કયા વરસાદની આગાહી
ભારે ગરમી
નોંધનીય છે કે, આગઝરતી ગરમીમાં રાજ્ય શેકાયું છે. ગુજરાતના 15 થી વધુ શહેરમાં પારો 40 ડિગ્રીને પાર ગયો છે. 3 શહેરમાં ગરમી 45 ડિગ્રીને પાર નોંધાયો છે. 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
24 અને 25મી મેના દિવસો વધુ ગરમ પડી શકે છે. 24, 25 મેએ ઘણા વિસ્તારોમાં પારો 46 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે.