આગામી 48 કલાક આ જીલ્લા માટે આકરી, જાણો અંબાલાલ પટેલે શુ કહયું

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની આગાહી : રાજ્યમાં માર્ચની શરૂઆતમાં જ તોફાની માવઠાથી શરૂઆત થઈ છે. માર્ચ મહિનાની શરૂઆતમાં મોટો પલટો આવ્યો છે. વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે ભાવનગર, બનાસકાંઠા, કચ્છ, અમરેલી જિલ્લાઓમાં કમોસમી વરસાદી રૂપી માવઠું થયું છે. ત્યારે હજી પણ ગુજરાતમાંથી માવઠાનું સંકટ ગયું નથી. હજી આગામી 48 કલાક ગુજરાતમાં ફરી ભારે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે.

varsad aagahi

સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાત સુધી ના જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ સાથે 40 કિ.મી ની ઝડપે પવન પણ ફુગાવાની શક્યતા છે. બે સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની પવન સાથે ગુજરાતમાં હળવાથી ભારે માવઠાની આગાહી, આ ભાગો વધુ પ્રભાવિત થશે

અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયકલનીક સર્ક્યુલેશન સર્જવાના કારણે રાજ્યમાં માવઠાની ભીતી સેવાય રહી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાતી સામાન્ય વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થશે. સાથે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે.

આજે ગુજરાતમાં 15 કિમી થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો આવતીકાલે આંચકાના પવન 45 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે. જેને સૌથી વધુ અસર કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે.

આ પણ વાચો : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો વિસ્તાર વાઇઝ આગાહી

તેમણે વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠા મહેસાણા કચ્છ પાટણ, સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગ વરસાદની શક્યતા છે. સાથે જુનાગઢ, સુરેન્દ્રનગર, આહવા, ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. આ દિવસોમાં હળવા વરસાદની શક્યતા છે. 3 માર્ચ થી 6 માર્ચમાં રાત્રિ દરમિયાન વધુ ઠંડી પડવાની શક્યતા પણ છે.

આજે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી

આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, દાહોદ, મહીસાગર, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ : ગુજરાતના હવામાનમાં મોટા પલટાની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ, પછી ઠંડીનો રાઉન્ડ!

7 માર્ચ માટે ફરી તૈયાર રહેજો

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7 માર્ચ થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ સમયે ઠંડા પૌવોનો ફુકાવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 તારીખથી 20 તારીખ માં પણ વાદળવાયુ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાની શક્યતા છે. 21 માર્ચ બાદર સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. (અંબાલાલ પટેલ)વરુણ મંડળના નક્ષત્રમાં આયોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આધી વંટોળ દરિયા કિનારાના પવન અને વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. અને આ પલટો ખેડૂતો માટે ભારે સાબિત થશે. તેમને એક માર્ચથી 15 તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પડતો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
7 માર્ચ માટે ફરી તૈયાર રહેજો

અંબાલાલ પટેલ : 7 માર્ચ થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ સમયે ઠંડા પૌવોનો ફુકાવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 તારીખથી 20 તારીખ માં પણ વાદળવાયુ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાની શક્યતા છે. 21 માર્ચ બાદર સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આયોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment