પરેશ ગોસ્વામીની આગાહી : રાજ્યમાં 2 માર્ચના રોજ જેમ આવતું થવાની આગાહી છે. તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી એ આગાહી સાથે કયા કયા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. માવઠાની કેવી અસરો રહેશે અને માવઠા દરમિયાન પવનની ગતિ કેવી રહી શકે તે અંગે આગાહી વ્યક્ત કરી છે.
તેમણે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. અગાઉ તેમણે વરસાદથી ખેડૂતોના પાકને થનારા નુકસાન થી બચવા માટેની પણ સલાહ આપી હતી.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવે છે કે, શુક્રવારે મોડી રાતથી ગુજરાત પરથી એક અસ્થિરતા પસાર થવાની શક્યતા છે. હાલ ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાંટા વાદળ છવાયા છે.
શુક્રવારની રાત અને શનિવારની સવારના સમય ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાનમાં આવવાની શક્યતા છે. આ સાથે કેટલાક ભાગોમાં તીવ્ર માવઠાની શક્યતા પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી, આ 5 જિલ્લામાં ખાસ આાગાહી
વરસાદની શરૂઆત કયા વિસ્તારો થી થશે?
પરેશ ગોસ્વામી એ વધુમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના પશ્ચિમના ભાગો છે. જેમાં દિયોદર થરાદ વાવ અને ભાભર પરથી વરસાદની શરૂઆત થશે. કચ્છમાં પણ નલિયાદ આજુબાજુના વિસ્તારથી વરસાદની શરૂઆત થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ : ગુજરાતના હવામાનમાં મોટા પલટાની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ, પછી ઠંડીનો રાઉન્ડ!
આજે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી?
આજે બે માર્ચના રોજ રાજ્યના ઘણા ભાગોમાં દિવસભર વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઝાપટા થઈ શકે છે.
આ સાથે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી માવઠાની શક્યતાઓ છે.
રાજકોટ, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા છે. આ સાથે ડાંગમાં આજે રાત્રે ઝાપટા પડવાની શક્યતા છે. પરેશ ગોસ્વામી વરસાદની શક્યતા સાથે પવનની ગતિ અંગે પણ તેમણે વાત કરી છે.
આ પણ વાચો : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી? જાણો વિસ્તાર વાઇઝ આગાહી
પરેશ ગોસ્વામીની ભારે પવનની આગાહી
પરેશ ગોસ્વામી જણાવે છે કે, આજે એટલે કે 2 માર્ચના રોજ પવનની ગતિ 25 કિમી થી 30 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે. પવનની ગતિ ના કારણે કેટલાક નુકસાનો થવાની સંભાવના છે. 3 માર્ચથી પવનની ગતિ 12 કિમી થી 15 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.
પવનની ગતિ ના કારણે ઊંચાઈ વાળા પાક હોય જેવા કે શિયાળો બાજરી, જુવાર, ઘઉં, મકાઈ અને તુવેરને પવનની ગતિના કારણે ભારે નુકસાન થઈ શકે છે.
આ સિવાય જીરુ, ધાણા, રાયડો, ઘઉં અને વરીયાળી જેવા પાકોને લડવાનો પણ સમય થઈ ગયો છે. ત્યારે વરસાદના કારણે આ પાકોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
પરેશભાઇ ગોસ્વામીની સત્તાવાર આગાહી જાણવા માટે Weather Tv યુટયુબ ચેનલ વિઝીટ કરો થવા ન્યુઝ 18 ગુજરાતી વિઝીટ કરો.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |