કેસર કેરીના ભાવ : બજારમાં ધીમે ધીમે કેરીની આવકો શરૂ થઈ ગઈ છે. જેમાં ગુજરાતની સ્પેશિયલ વખાણાંતી કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પરંતુ આ વર્ષે હવામાનમાં પલટા ઉપર પલટા આવતા કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાનું અનુમાન છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતોના કહેવા મુજબ કેસર કેરીના આંબા પર મોર બેસવાના સમયે જરૂરિયાત મુજબ ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા હતા. અનુકૂળ વાતાવરણ ન રહેવાથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે.
આ પણ વાચો : કેસર કેરીની આવકનો પ્રારંભ, એક બોક્સના આટલ રૂપિયા બોલાયા
પ્રતિકૂળ વાતાવરણથી ફ્ળ ઓછા આવ્યા
સામાન્ય રીતે ગુજરાતમાં ઓગસ્ટમાં ચોમાસુ પૂરું થતું હોય છે. તેના બદલે આ વખતે નવેમ્બર મહિના સુધી વરસાદ પડ્યો હતો. જેના લીધે આંબા પર મોર મોડા આવ્યા હતા. આ સાથે ફળ બેસવાનાં શરૂ થયા ત્યારે પણ દિવસ અને રાત દરમિયાન તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી.
આ પણ વાચો : ઘઉમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
શિયાળામાં ઠંડી ઓછી મળવાથી અને પેજના પ્રમાણના કારણે બે ત્રણ પ્રકારની જીવાત પણ આવે છે. આ બધા પરિબળોના પરિણામ સ્વરૂપે આંબા પર 40 થી 50% ફાલ આવ્યા છે. આંબા પર બેઠો છે તેની કોલેટી ને પણ અસર થઈ છે. વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાનું સંભાવના છે.
કેસર કેરીની આવક મોડી શરૂ થશે!
કેસર કેરીના ભાવ : જાગીર પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એપ્રિલ મહિનાના બીજા સપ્તાહથી કેસર કેરીની આવકો શરુ થઇ જાય છે. જોકે, આ વર્ષે પાકની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયે કેસર કેરી આવક શરૂ થશે. જોકે અમુક બજારોમાં કેસર કેરીની આવકો જોવા મળી રહી છે. દર વર્ષે તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમાંથી કેસર કેરીની સૌથી વધુ આવકો નોંધાતી હોય છે. ગત વર્ષે તાતાલા માર્કેટ યાર્ડમાં 18 એપ્રિલે કેસર કેરીની હરાજી શરુ થઇ હતી. પરંતુ આ વર્ષે કેરી તૈયાર ન હોવાથી હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વર્ષે સંભવતઃ મેના પહેલા સપ્તાહે હરાજી શરૂ થવાની ધારણા છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કેરીના આ મહિને ભાવ 600થી 1,800 રૂપિયા સુધીના નોંધાઇ રહ્યા છે.