forecast : હવામાન વિભાગ દ્વારા 13, 14 અને 15 તારીખમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. ત્યારે આજે 13 તારીખ ના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે.
આજે 6 જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની નવી માહિતી અનુસાર આજે રાત્રે ઉત્તર ગુજરાત અને કચ્છ ના વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. જેમાં કચ્છ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.
આવતીકાલે કયા કયા વિસ્તારોમાં આગાહી
આવતીકાલે હવામાન વિભાગ દ્વારા ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્યાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં આગાહી કરાવી છે. તેની સાથે કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
જાણો હવામાન વિભાગની આગાહી
forecast : આગામી 2 દિવસ બાદ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ કે, 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં થંડરસ્ટ્રોમની પણ શક્યતા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તો પાંચમા દિવસે મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદમાં વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવેના ત્રણ દિવસ વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જોકે, હાલ હિટવેવની શક્યતા નથી.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે રાત્રે ઉત્તર ગુજરાત અને કચ્છ ના વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે.